Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 7
________________ માર્મિક છે, “અન્યને ત્યાં હોય ને મારે ત્યાં ન હોય એવું શું છે? - એમ નથી પૂછતા. પરંતુ રાજાને ઉચિત એવી વસ્તુ અન્ય પાસે હોય અને મારી પાસે ન હોય તો તેવી વસ્તુ વસાવવી છે. ઔચિત્ય બહુ મહત્ત્વની વસ્તુ છે. જે આપણને - આપણી કક્ષાને - ઉચિત ન હોય - એવી વસ્તુ આપણે ન જ વસાવીએ ને ? પેલા દૂતે કહ્યું કે અન્ય રાજાને ત્યાં છે એવું બધું જ આપને ત્યાં છે માત્ર એક ચિત્રસભા નથી. આથી રાજાએ વિમલ અને પ્રભાસ નામના બે ચિત્રકાર બોલાવ્યા અને મોટો મહેલ કે જે રાજસભાને યોગ્ય હતો, તેમાં વચ્ચે પડદો નાંખીને બે બાજુ બે દિવાલ પર એક એક ચિત્રકારને ચિત્રસામગ્રી આપીને ચિત્રકામ છ મહિનામાં પૂરું કરવા માટે કહ્યું. વિમલે તો સામાન્ય સાફસૂફી કરીને રંગવાનું કામ શરૂ કર્યું અને છ મહિનામાં તો આખું ચિત્ર તૈયાર થઇ ગયું. જ્યારે પેલો પ્રભાસ તો પથ્થર લઇને દીવાલ ઘસવાનું કામ કરતો હતો. આ રીતે દીવાલ ઘસતાં ઘસતાં એને છ મહિના થયા. મુદત પૂરી થયે રાજા આવ્યો. વિમલનું ચિત્ર જોઇ, ખુશ થઇ રાજાએ તેને મોં માંગ્યું ઇનામ આપ્યું. પડદો ઊંચો કરી પ્રભાસની પાસે ગયો અને પૂછ્યું કે કેટલું કામ થયું ? ત્યારે પેલો કહે છે કે હું તો હજુ દીવાલ જ ઘણું છું. મેં કામ શરૂ જ કર્યું નથી. જોકે ઘસવાના કારણે એ દીવાલ દર્પણ જેવી શુદ્ધ બની ગઇ હતી તેથી સામેની દીવાલનું ચિત્ર એ દીવાલ ઉપર પ્રતિબિંબિત થતું હતું. એ જોઇને રાજા કહે છે કે ચિત્ર તો તૈયાર થઈ ગયું છે. તું જૂઠું શા માટે બોલે છે? ત્યારે પ્રભાસે કહ્યું કે - “સેવક માટે સ્વામી છેતરવાલાયક હોતા નથી.’ આ વસ્તુ આપણે માનીએ ને ? આજે આટલું નક્કી કરવું છે કે – ‘સ્વામી છેતરવાલાયક નથી' ? ધર્મરત્ન એમને એમ પ્રાપ્ત થતું નથી. આજે સાધુસાધ્વી પણ એટલું નક્કી કરે કે ‘ગુરુનો દ્રોહ કરવો નથી’ તો તેમનો નિસ્વાર થઇ જાય. પ્રભાસે રાજાને કહ્યું કે પડદો ફરી પાડો. રાજાએ પડદો પાડીને જોયું તો દીવાલ કોરી હતી. આ જોઇને રાજા આશ્ચર્યસહિત હર્ષ પામ્યો. પેલાને કહ્યું કે હવે તો તું બિલકુલ ચિત્રકામ કરીશ નહિ. પેલાને પૂછ્યું કે તું ભૂમિકાશુદ્ધિ ઉપર આટલો ભાર કેમ આપે છે? ત્યારે પ્રભાસે કહ્યું કે ચિત્રની ભૂમિકા જો શુદ્ધ હોય તો તેના ઉપર હાલતી ચાલતી રચના જેવું ચિત્ર ઉપસે છે. ચિત્ર અતિ સુંદર અને સ્થિર થાય છે, જે સ્વરૂપે પાત્રો આલેખ્યાં હોય તેના ભાવનો ઉલ્લાસ પ્રગટ થાય છે. ચિત્રના ભાવ દૃષ્ટિગોચર થતાં ચિત્ર સચેતન લાગે છે. આ બધું સાંભળીને રાજા અત્યંત પ્રસન્ન થયો અને પ્રભાસને બમણું ઇનામ આપ્યું. પ્રભાસને ફળ અધિક મળ્યું. જે વિમલની જેમ ચિત્રકામ કરે તેને સંસારનાં તુચ્છ સુખો મળે. જયારે પ્રભાસની જેમ ભૂમિકા શુદ્ધ કરે તેને અવિલંબે મોક્ષસુખ મળે. સ0 ભૂમિકા શુદ્ધ કરવા માટે શું કરવું ? પહેલાં પાપ છોડવું પછી પુણ્ય કરવું. પહેલાં રાત્રિભોજનનો ત્યાગ કરવો પછી તપ કરવો. આજે મોટાં મોટાં તપ કરવા તૈયાર થઇ જાય, પણ પારણું કર્યા પછી રાત્રિભોજનનો ત્યાગ ન કરે. ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૮ ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૯Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 86