Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 41
________________ કર્મીની કૃપા થાય તો જાય. જયાં સુધી કર્મીની કૃપા નહિ થાય ત્યાં સુધી એકે કૃપા કામ નહિ લાગે. સ0 દુઃખ ભુલાવવું એ ગુરુકૃપા નહિ ? દુ:ખ ભુલાવવું - તે નહિ; દુ:ખના પ્રતિકારની ભાવના નાશ પામે એ ગુરુની કૃપા. સ0 આપણે ત્યાં મંત્રતંત્રયોગ આવે છે ને ? મયણાસુંદરીને બતાવ્યો હતો ને ? મયણાસુંદરીને દુઃખ ટાળવા માટે નહિ, શાસનની અપભ્રાજના ટાળવા માટે બતાવેલો. અને તે પણ શ્રીપાળરાજાના પુણ્યયોગને જ્ઞાનથી જાણીને બતાવ્યો હતો. બાકી સૌથી ચઢિયાતો કર્મયોગ છે. જેમના નામસ્મરણમાત્રથી પણ ઇતિ-ઉપદ્રવ નાશ પામે છે તેવા તીર્થંકર પરમાત્માને કેવળજ્ઞાન પામ્યા પછી પોતાના શિષ્ય તરફથી ઉપદ્રવ થવાના કારણે રક્તાતિસાર નામનો રોગ વેઠવો પડ્યો. તેરમાં ગુણઠાણે પણ જે પોતાની અશાતા ન ટાળી શકે તે બીજાની કઇ રીતે ટાળી શકે ? નિમિત્તો પણ કર્મની મહેરબાની હોય તો અસર કરે. આપણું કર્મ નહિ ખસે ત્યાં સુધી રોગ નહિ જાય.. સઆવું કહેશો તો સંતિકર પર શ્રદ્ધા નહિ રહે. આવી શ્રદ્ધા રાખવી પણ નથી. સંતિકર પર શ્રદ્ધા હોય તો હોસ્પિટલો અને દવાખાનામાં જવાનું બંધ કરવું પડશે. એવું તો નથી કરતા ને ? આપણે તો આ(ઘા)માં જ શ્રદ્ધા રાખવી છે. સ) કર્મયોગ કરતાં ધર્મયોગ ચઢે ને ? એ કયો ધર્મ ? ચારિત્રધર્મ જ ને ? માટે આ ચારિત્રધર્મ પર શ્રદ્ધા કેળવી લેવી છે. અને ચારિત્રધર્મ એટલે દુ:ખનો પ્રતિકાર ન કરવો તે. જે દુ:ખનો પ્રતિકાર ન કરે તેનાં કર્મોનો સંચય ખાલી થાય. રોગનો પ્રતિકાર કરીએ તો પાપ લાગે એમ સમજીને પેલો રોગ” નામનો પુત્ર રોગ સહે છે. તેના દેઢ ધર્મની ઇન્દ્ર પ્રશંસા કરી ત્યારે તેની ખાતરી કરવા માટે બે દેવો વૈદ્યનું સ્વરૂપ કરીને આવ્યા અને પેલાને સાજા કરવાના ઉપાય તરીકે મધ, મદિરા, માખણ, માંસ, રાત્રિભોજન આદિથી યુક્ત ઔષધ જણાવ્યું. પેલાએ વ્રતભંગના ભયે તેનો અસ્વીકાર કર્યો. વૈદ્ય કહ્યું કે ધર્મનું સાધન આ શરીર છે, તે સાજું કરીને પછી પાછળથી પ્રાયશ્ચિત્ત કરી લેજો... સ્વજનોએ ઘણું સમજાવ્યો. ખુદ રાજા પણ સમજાવવા આવ્યો છતાં ય તેણે વ્રતભંગ કરવાની ના પાડી. તેની નિષ્પકંપતાને જોઇને દેવોએ પ્રસન્ન થઈને તેની પ્રશંસા કરી અને તેને રોગરહિત કર્યો. આ રીતે વ્રતપાલનની દૃઢતાથી અનેક જીવો પ્રતિબોધ પામ્યા અને ધર્મની પ્રભાવના થઇ. આ રીતે પહેલો ગુણ પૂરો થયો. હવે આપણે બીજા શીલવ્રતની શરૂઆત કરવી છે. આપણે આપણી ઇન્દ્રિયોને કાબુમાં રાખવા પ્રયત્ન કરીએ છીએ કે પરિવારને ? બોલીએ ખરા કે વિષયો વિષધરજેવા છે પણ એ વિષધરોને જંગલમાં મૂક્યા છે કે ઘરમાં ઘાલ્યા છે ? રોજ તેની વચ્ચે રહો છો છતાં એકે ફૂંફાડો ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૭૬ ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૭૭

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86