Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 47
________________ એ માટે શાસ્ત્રમાં ચરમાવર્તકાળમાં આવેલાનાં લક્ષણો જણાવ્યાં છે. દુ:ખી જીવો પ્રત્યે અત્યંત દયા રાખવી, ગુણવાન પ્રત્યે દ્વેષ ન કરવો અને સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવી. આ ગુણો ગમે એવા છે ને ? ફાવે એવા છે ને? આ દુનિયામાં જે દુઃખી જીવો છે તેમનું દુ:ખ દૂર ન કરી શકીએ, પણ તેમની પ્રત્યે દયા તો રાખી શકીએ ને? બીજાનું દુઃખ દેખાય અને દુઃખી પ્રત્યે દયા આવે તો બીજાને દુ:ખ આપવાનું તો ન જ બને ને ? આજે દુનિયાનું દુ:ખ દેખાતું નથી માટે આપણું દુઃખ જતું નથી. જે બીજાને દુઃખ આપે તેનું દુઃખ જાય નહિ. લોકમાં પણ “જેવું આપશો તેવું પામશો’ એવું કહેવાય છે. જો દુઃખ નહિ આપો તો નહિ પામો. આપણે લોકોને દુઃખ નથી આપતા, તે તેમના ઉપર ઉપકાર નથી કરતા. આપણને દુઃખ નથી જોઇતું માટે આપણે દુઃખ આપતા નથી. જેને જગતના જીવોનું દુ:ખ દેખાય તે બીજાને દુ:ખ આપી ન શકે. બીજાને દુઃખ આપીએ, છતાં આપણું દુઃખ જાય - એવું કોઇ કાળે ન બને. સ, સંસારમાં છીએ માટે દુઃખ આપવું પડે છે. એના બદલે એમ કહો કે દુ:ખ આપવું પડે છે માટે સંસારમાં રહેવું નથી. અગ્નિને અડીએ તો બાળે એમ બોલો કે બળી ન જઇએ માટે અગ્નિને અડવું નહિ : એમ કહો ? આ સંસારનું એક પણ સુખ બીજાને દુ:ખ આપ્યા વિના ભોગવી શકાતું નથી. ગરમાગરમ ચા પણ અગ્નિકાય, અષ્કાય, વાયુકાયની વિરાધના વિના મળતી નથી. ચામાં સ્વાદ આવે છે ને ? તે આ વિરાધના દેખાતી નથી માટે. ચામાં માખી મરે તો દુઃખ થાય ને ચા મૂકી દે, ન વાપરે. જયારે અગ્નિકાયાદિની વિરાધના થવા છતાં વાપરે તો તે વિરાધના દેખાતી નથી - માટે જ ને? આ સંસારમાં વિરાધના કર્યા વિના જિવાતું હોય તો તે એકમાત્ર આ સાધુપણામાં જ જિવાય છે. ક્ષણ વાર પણ વિરાધના નહિ અને દેશોનપૂર્વકોટિ વર્ષ સુધી જીવી શકાય એવો માર્ગ ભગવાને બતાવ્યો છે. સાધુભગવંતને આવી નિરવદ્ય આજીવિકા બતાવેલી હોવાથી જ સાધુભગવંતો જ્યારે પણ ગોચરી આલોવે ત્યારે ભગવાને બતાવેલા માર્ગ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતાં આ પ્રમાણે ચિંતવે છે કે – “અહો જિર્ણહિ અસાવજ્જા વિત્તી સાહૂણ દેસિઆ મુખસાહણહેસ્સિ સાહુદહસ્સ ધારણા.” (જિનેશ્વરભગવંતોએ મોક્ષને સાધનારા એવા સાધુના દેહની ધારણા માટે અસાવદ્ય-પાપરહિત એવી વૃત્તિ-ભિક્ષાચર્યા બતાવી છે તે ખરેખર અદ્ભુત છે !) આપણને જીવતા રાખે ને કોઇને મરવા દે નહિ – આ ચમત્કાર નહિ ? આજે અવિરતિનું પાપ દેખાતું નથી માટે સંસારમાં મજા આવે છે. બાકી જો આ અવિરતિ દેખાય તો ભાવશ્રાવકને સાધુ થવાનો અધ્યવસાય મજબૂત થયા વિના ન રહે. સ0 સાધુપણામાં નિર્વાહ માટે જે કાંઇ લઇએ તેમાં પણ જીવો તો મરે જ છે ને ? જીવો મરે એટલામાત્રથી હિંસાનું પાપ નથી લાગતું એમાં આપણો સંકલ્પ, નિમિત્ત ભળે છતાં લઇએ તો દોષ લાગે. ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૮૮ ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૮૯


Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86