Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
View full book text
________________
ઉપલક્ષણથી સમજી લેવાની છે. અંતકડી, અંતાક્ષરી રમવી, છાપું વાંચવું... આ બધાં જનરલનોલેજનાં સાધન નથી, અનર્થદંડનાં સાધન છે. ક્રીડા એ અનર્થદંડ છે તેથી ક્રીડાનાં સાધન એ અનર્થદંડનાં જ સાધન છે. શ્રાવકના ઘરમાં આવાં સાધન ન હોય ને ? ગમે તેટલો વિદ્વાન હોય તોપણ આવી વ્યર્થ પ્રવૃત્તિમાં હાથ ન નાખે. જેને પૂર્વોતર્ગત શ્રુતના જાણકાર બનવું હોય, દ્વાદશાંગીના જ્ઞાતા બનવું હોય તેને આવો વ્યર્થ સમય વેડફવાનો ન પાલવે. આજે નિરર્થક ક્રીડા કરવાની ટેવ પડી છે માટે સાર્થક ક્રિયાઓ કરી શકતા નથી. સાધુભગવંતો ક્રીડા નથી કરતા. એ યોગ્યતા કેળવવા માટે બાળક્રીડાનો ત્યાગ કરવાનું જણાવ્યું છે. જેને ભણવાનું નથી, ગમતું તેને રમવાનું ગમે છે – એમ સમજી લેવું. સ0 રમવાનું ગમે છે માટે ભણવાનું નથી ગમતું.
ના, ભણવાનું ગમતું નથી માટે રમવાનું ગમે છે. ભણવાનું ગમતું હોય તો તે રમવાનું ગમતું હોવા છતાં છોડ્યા વિના ન રહે. ભાવેશ્રાવક પણ ક્રીડા ન કરે તો સાધુ ક્યાંથી કરે ? અનર્થદંડજેવું. ભયંકર એકે પાપ નથી. સ0 યુધિષ્ઠિરજેવા પણ જુગાર રમતા હતા.
તમે કથાનક આવાં સાંભળો છો ? યુધિષ્ઠિર જુગાર રમતા હતા તે યાદ રહ્યું, પણ યુધિષ્ઠિરે જુગાર છોડીને દીક્ષા લીધી, કેવળજ્ઞાન પામી ગયા તે યાદ ન રહ્યું ને? એ મહાપુરુષો જુગાર રમતા હતા માટે યાદ કરીએ છીએ કે સત્યવાદી હતા, સાધુ થઇ
મોક્ષે ગયા માટે યાદ કરીએ છીએ ? મહાપુરુષોનાં દૃષ્ટાંત ખોટી રીતે ન વિચારો. સ0 કહેવાનો આશય એ છે કે ક્રીડાની ટેવ પડી હોય તો...
તો ભાવશ્રાવકપણું નહિ આવે. ભાવશ્રાવક બનવું હશે તો ક્રીડાની ટેવ છોડવી જ પડશે. જેને સાધુ થવું હોય તેના માટે ભાવશ્રાવકપણું છે, જો સાધુ ન થવું હોય તો જે ચાલે છે તે બરાબર છે. આજે તો સાધુપણામાં પણ ક્રીડા પેસી ગઇ. તેનું કારણ એ છે કે ભાવશ્રાવક બન્યા વિના અહીં આવી ગયા છે. સાધુ ઊભા ઊભા ધૂળમાં પગના નખથી લીસોટા પાડે તે પણ બાળક્રીડા છે. સ0 છાપું વાંચવું બાળક્રીડા ? તેનાથી સંસારની અસારતાનું
ભાન થાય ને?
હજુ સુધી છાપું વાંચીને દીક્ષા લીધી હોય એવું કોઇ મળ્યું નથી, સાંભળ્યું નથી. આજે તો સાધુ-સાધ્વી પણ છાપામાં વાંચે શું ? “સફરજન ખાવાથી નિરોગી રહેવાય.' એવા નુસખા વાંચે અને ગોચરીમાં સફરજન આવે તેની રાહ જોતા બેસે ! કપડાનાં ડાઘ કાઢવા માટે નવી વસ્તુ આવે તો તે અજમાવે. આ બધું અનર્થદંડ જ છે ને ? આજે તો ભણવું-ગણવું ગમતું નથી, બાહ્યપ્રવૃત્તિનો રસ વધતો ચાલ્યો છે. આવામાં ક્રીડા કરવાનું ટાળવું જ પડશે. આ તો ભગવાનનો વરઘોડો જાય તો ય જોવા માટે ઊભો થઈ જાય. સ0 વરઘોડો જોવા માટે ઊભા રહેવું તે અનર્થદંડ !?
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૯૬
ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૯૭