Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 30
________________ કરીને ગુણનો લાભ હોવાથી એકે ય પક્ષે મૃષાવાદનો પ્રસંગ નથી અને જો ગુરુ શુભ ભાવથી વ્રત આપતા હોય તો સરળહૃદયી લેનારને શુભ ભાવ આવવાનો જ છે, લેનાર લુચ્ચો હોય તો ગુરુ તેવાને વ્રત ન આપે. છતાં છદ્મસ્થતાના કારણે ગુરુ તેને ઓળખી ન શકે તો ગુરુને શુભભાવના કારણે કોઇ દોષ નથી. લુચ્ચાઇ જાણ્યા પછી પણ ગુરુ આપે તો ગુરુ સ્વાર્થી હોવાથી તેમને દોષ લાગવાનો. આ બધી વાત ગ્રંથકારશ્રી સ્વમતિકલ્પનાથી નથી કહેતા તે જણાવવા માટે શ્રાવકપ્રજ્ઞપ્તિગ્રંથનો પાઠ આપીને આ જ વસ્તુ જણાવી છે. ભગવાનની આજ્ઞાને અનુસરીને વ્રત લેવા અને આપવા તૈયાર થયેલાને કોઇ પણ જાતના પલિમંથાદિ દોષ નથી લાગતા. ભગવાનની આજ્ઞાનું પાલન કરવું એ જ મોટામાં મોટો સ્વાધ્યાય છે. આ રીતે આ વાત ઘણી વિસ્તારથી કહેવાઇ હોવાથી ગ્રંથકારશ્રી કહે છે કે હવે વિસ્તાર વડે સર્યું. આમ છતાં શિષ્ય શંકા કરતાં કહે છે કે – વિસ્તારના ભયને લઇને આ વિષય સંકેલી લીધો છે છતાં આ ચાલુ વિષયમાં એક શંકા છે. શંકા પૂછવાની પણ રીત છે. ગુરુ કંટાળ્યા હોય તોપણ વિનંતિ કરીને સૌમ્યસ્વરે અર્થીપણાથી પૂછવાની છૂટ. પણ આપની ફરજ છે કે અમારી શંકાનું નિરાકરણ કરવું... એવું એવું કહે તો ગુરુ કાંઇ જવાબ આપવા બંધાયેલા નથી. ઉપરથી પેલાની ઉદ્ધતાઇને અનુરૂપ તેને તોછડો જવાબ આપે. અહીં શિષ્ય જિજ્ઞાસાભાવે વિનયથી પૂછે છે કે – વર્તમાનમાં દુષમ કાળના દોષને લીધે ગુણી એવા ગુરુજનોનો યોગ દુર્લભ છે... આ વાત ક્યારની છે ? ગ્રંથની રચના થયે છસો વરસ થયાં. તે વખતે પણ આ જ દશા હતી. સ, એટલે એ કાળમાં પણ સુગુરુનો યોગ દુર્લભ હતો ? એમ કહીને સુગુરુને શોધવાનું માંડી વાળવું છે ને? આપણે તો એ કહેવું છે કે સુ અને કુના ભેદ અનાદિકાળના છે. સારા કાળમાં પણ તકલીફ હોય તો દુષમકાળમાં તો આપણે વધારે સાવધાની રાખવાની. અહીં શિષ્ય કહે છે કે - “ગુણી એવા ગુરુજનનો યોગ દુર્લભ છે તો તેવા વખતે સ્થાપનાચાર્યજી સામે શ્રાવક વ્રત ગ્રહણ કરી શકે કે નહિ ?' આ વાત તમારા મનના ભાવનો જ પડઘો પાડે છે ને ? નિક્ષેપાની વાત તો ભગવાનના શાસનમાં આવ્યા વિના ન રહે ને ? અહીં ગ્રંથકારશ્રી જવાબ આપતાં જણાવે છે કે - ગુણવાન એવા ગુરુજનો દુર્લભ કેમ છે ? દૂર દેશાંતરમાં રહેલા હોવાથી કે ગુરુનો અત્યંતાભાવ છે માટે ? આ બંને પક્ષને જણાવીને ઉભય પક્ષે સ્થાપનાચાર્ય પાસે વ્રત ગ્રહણ કરવું ઉચિત નથી - તે જણાવે છે. પહેલાં પક્ષમાં જણાવે છે કે ગુરુ દૂર દેશાંતરમાં હોય તો અર્થીજનોએ ત્યાં જઇને જ વ્રત ગ્રહણ કરવું જોઇએ. નહિ તો ધર્મનું અર્થીપણું જ નહિ કહેવાય. આ વસ્તુ બરાબર યાદ રાખવા જેવી છે. આજે શ્રાવકોએ ઘરમાં ગૃહમંદિર અને ગુરુમંદિર બનાવી દીધાં એટલે સંઘમંદિરે કે ઉપાશ્રયે જવાનું માંડી વાળ્યું. દેવ ઘરમાં આવી ગયા, ગુરુ ઘરમાં આવી ગયા અને ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૫૪ ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૫૫

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86