Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 33
________________ વચ્ચે અનાસક્તભાવે રહેલા હોવાથી તેનું ફળ નથી મળતું. ઘરમાં આગ લાગી હોય અને આગમાંથી બચવા માટે ભાગવું હોય, પણ ભાગવાના રસ્તામાં દેવતા બળતો હોય તો તેની ઉપર પગ મૂકીને પણ જાય ને ? તે રીતે સમકિતી આત્માઓ સંસારથી છૂટવા માટે આ ભોગાવલી કર્મની પ્રવૃત્તિ કરતા હોય. વસ્તુની કિંમત નથી, વસ્તુના રાગની કિંમત છે. કરોડપતિ માણસને ચાર આની પ્રત્યે પણ રાગ કેવો હોય ? જાન પણ ગુમાવવી પડે તોય લીધા વિના ન રહે, એક ભાઈ આ રીતે જ કલકત્તામાં રસ્તા ઉપર પડેલી ચાર આની લેવા રહ્યા ત્યાં ટેક્સીએ ઉડાવી દીધા. એટલી ચાર આની ન લીધી હોત તો વાંધો આવત? આજે નક્કી કરવું છે કે – રસ્તામાં કોઇ વસ્તુ પડી જાય તો તેવી નથી. આ તો પબાસણ ઉપર ફૂલ પડી ગયું હોય તો ચઢાવાય કે નહિ – એમ પૂછવા આવે ! પબાસણ પર પડેલું ફૂલ પણ ન છોડી શકે તે પૈસા શું છોડતો હતો ? વ્રતના પરિણામ આવ્યા હોય તો પણ સુગુરુ પાસે લેવામાં ભાવની વૃદ્ધિ વગેરે અનેક કારણ છે. તે જ રીતે વ્રતના પરિણામ ન જાગ્યા હોય તો પણ સુગુરુની પાસે જવાથી વ્રતના પરિણામ જાગી શકે છે. ચંડરૂદ્રાચાર્યના શિષ્યની જેમ, મશ્કરી માટે મિત્રો લઇ આવેલા. તરતના પરણેલા હતા. મિત્રોએ સાધુઓની મશ્કરી કરવા કહ્યું કે આ દીક્ષા લેવાના ભાવવાળો છે. સાધુઓએ કહ્યું કે અમારા ગુરુમહારાજ અંદર ઓરડામાં છે, દીક્ષા આપવાનો અધિકાર એમનો છે. આથી આચાર્યભગવંતને હેરાન કરવા મિત્રો અંદર ગયા. ચંડરૂદ્રાચાર્યે કોપાયમાન થઈને રાખ મંગાવી લોચ કરી નાંખ્યો. મિત્રો ભાગી ગયા. જ્યારે પેલો શિષ્ય વિચારે છે કે અનાયાસે મને દીક્ષા મળી ગઇ. આ રીતે પરિણામ ન હોય તોપણ સુગુરુની પાસે જવાથી ભાવ જાગે ને ? આપણે તીર્થસ્થાનમાં જઇએ તો ભાવ આવે ને ? અમારા જૈનેતર પંડિતજી પણ અમને ભણાવવા પાલિતાણા આવ્યા ત્યારે અમારી સાથે એક યાત્રા કરી. બીજા દિવસે કહે કે આજે તમને પાઠ નહિ આપું. આજે ફરી યાત્રા કરી ભગવાનની પૂજા કરવી છે. જૈનેતર વિદ્વાનને પણ પૂજાના ભાવ આવ્યા. પરિણામ ન હોવા છતાં સારા સ્થાનમાં જઇએ તો પરિણામ જાગે. સ0 ક્ષેત્રનો પ્રભાવ ! સ્થાવર તીર્થનો પ્રભાવ પડે તો જંગમનો ન પડે ? તીર્થમાં પણ ક્ષેત્રનો પ્રભાવ કે અનંતા સિદ્ધોનો પ્રભાવ ? જો ક્ષેત્રનો જ પ્રભાવ હોય તો ડોળીવાળા તમારા કરતાં ઘણી જાત્રા કરે છે, એમને પરિણામ નથી જાગતા ને? ભાવ લાવવાજેવો છે એવું માને એને ભાવ આવે. ભાવની રાહ જોતા બેસી રહીએ તો ભાવ ન આવે, ભાવ લાવવા માટે ગુરુ પાસે જવું પડે. આજે તો મુમુક્ષુઓ ઊંધી લાઇન ઉપર ચઢ્યા છે. ભાવની રાહ જોઇને ઘરમાં બેઠા છે ! એના બદલે ગુરુ પાસે આવે અને ગુરુને કહે કે - “મારી યોગ્યતા સામે નહિ, મારા હિત સામે જુઓ', તો કામ થઇ જાય. સ0 યોગ્યતા વિના હિત કઇ રીતે થાય ? ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૬૦ ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૬૧

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86