Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 31
________________ ધર્મ તો હતો જ, હવે શું બાકી રહ્યું?! ગુરુમંદિર કર્યા પછી સાક્ષાત ગુરુને વંદન કરવા જતા જ નથી. સ0 ગુરુમંદિર નહિ બનાવવાનું. ગુરુમૂર્તિ ભરાવવાનું વિધાન શાસ્ત્રમાં ક્યાંય ઉપલબ્ધ નથી. અમુક મૂડી થાય તો શ્રાવકે જિનમંદિર બંધાવવું જોઇએ, જિનપ્રતિમા ભરાવવી જોઇએ - એવું વિધાન છે પણ ગુરુમંદિર માટે તેવું વિધાન નથી. શ્રી સંપ્રતિ મહારાજાએ હજારો જિનમંદિરો બંધાવ્યાં છે.શ્રી આર્યસુહસ્તિ સુ.મ.નું એકે ગુરુમંદિર બનાવેલું જોવા મળતું નથી. જે ક્રિયા ગુરુ સમક્ષ કરવાની છે તે ક્રિયા ભાવગુરુ આગળ કરવાની છે, સ્થાપના સામે નહિ. પ્રતિક્રમણ, વંદન, પચ્ચખ્ખાણ લેવું, વાચના લેવી... આ બધી વિધિ ક્યાં કરવાનો? સ્થાપનાગુરુ ઉપર કે ભાવગુરુ ઉપર ? ઓપરેશન કરવું હોય તો સ્થાપનાડૉક્ટર પાસે કરાવવાનું કે ભાવડૉક્ટર પાસે ? ગુરુ પાસે બહુવેલના આદેશ લેવાના કહ્યા છે તે એટલા માટે કે જે આંખની પાંપણ વગેરે હલાવવાની ક્રિયા થાય છે તે પણ સ્વતંત્રપણે નથી કરવી. ઘણી વાર જે ક્રિયા કરવાની – થવાની છે તેને બહુવેલ કહેવાય. તેની અનુજ્ઞા લેવાની અને તે કરીશ તે પ્રમાણે જણાવવાનું, એ માટે બે આદેશ લેવાના જણાવ્યું. જે, ગુરુને પૂછ્યા વગર આંખની પાંપણ પણ હલાવવા તૈયાર નથી તે, ગુરુને પૂછ્યા વિના કયું કામ કરે ? એકવીસ ગુણો પામ્યા પછી ભાવશ્રાવકને ચારિત્રરત્નની પ્રાપ્તિ માટે જે ગુણો પ્રાપ્ત કરવા જરૂરી છે તેનું વર્ણન આપણે શરૂ કર્યું છે. આ જગતમાં કોઇ પણ જાતની સિદ્ધિ એકાએક પ્રાપ્ત થઇ જાય એવું બનતું નથી. સાધનાના ક્રમે જ કાલાંતરે આ સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. આજે તમને ને અમને સિદ્ધિ જોઇએ છે ખરી પણ તે સાધના કર્યા વિના : ખરું ને ? અને આ ભાવના સફળ થવાની નથી. સિદ્ધિના શિખરે પહોંચવા માટે સાધનાનાં પગથિયાં ચઢવા જ પડે, ભલે પગ દુઃખે કે શ્વાસ ચઢે. આથી જ આ છ ગુણોનું વર્ણન આપણે શરૂ કર્યું છે. તેમાં પહેલા કૃતવ્રતકર્મ ગુણમાં આપણે જોઇ ગયા કે ગીતાર્થ ગુરુ પાસે વ્રતનું શ્રવણ કરીને વ્રતના સ્વરૂપને ભેદ, ભાંગા, અતિચારથી જાણીને સુગુરુ પાસે વ્રત ગ્રહણ કરીને તેનું સારી રીતે પાલન કરવું. સ0 સાંભળવાનું ગીતાર્થ પાસે, લેવાનું સુગુરુ પાસે ! જે ગીતાર્થ હોય તે સુગુરુ હોય જ ને ? વ્રત સમજીને પરિણામ પ્રગટાવવાનું કામ ગીતાર્થ પાસે કરવાનું. બાકી વ્રતગ્રહણ ગીતાર્થનિશ્ચિત સુગુરુ પાસે કરી શકાય. ઓપરેશન ડૉક્ટર પાસે કરવાનું. પણ પરિચર્યા કરનાર તો ડૉક્ટરની નિશ્રામાં રહેનાર સિસ્ટરો ચાલે ને ? ગીતાર્થની જેમ ગીતાર્થની નિશ્રાએ રહેલો પણ મહાન છે, આદરણીય છે. ગીતાર્થની નિશ્રામાં રહેલા સ્થિર હોય છે. શાસ્ત્રમાં તેના માટે વાંસની ઉપમા આપી છે. વાંસના જંગલમાં એકાદ વાંસ ઊખડી ગયો હોય તો આજુબાજુના વાંસના આધારે ટકી જાય અને કાલાંતરે સ્થિર થઈ જાય. આથી ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૫૬ ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૫૭

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86