Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 9
________________ નથી. શ્રાવકના લક્ષણમાં પણ સૂત્રનો દ્વેષી ન હોય તેને શ્રાવક કહ્યો છે. આજે તો સાધુસાધ્વી પણ સૂત્રના દ્વેષી બની ગયાં છે. સુત્રનું સંશોધન કરે છે, પણ સૂત્ર ભણતા નથી. જે ભૂલ લહિયાની છે તેને સૂત્રની ભૂલ ન કહેવાય. જે પૂફસંશોધનનું કામ છે તેને સૂત્રસંશોધન ન કહેવાય. આ સંશોધન કરનારા પાનાં સુધારે છે પણ ભણતા નથી. સૂત્ર ભણીએ તો આપણે સુધરીએ. આજે રોગ આવે એની ચિંતા છે પણ જ્ઞાન નથી મળતું તેની ચિંતા નથી. દુ:ખ ખરાબ છે કે અજ્ઞાન ? ગમે તેટલી તીવ્ર અશાતાનો ઉદય હોય તોપણ જ્ઞાનાવરણીય કે મિથ્યાત્વમોહનીયનો ક્ષયોપશમ હણાતો નથી તો આટલી ચિંતા શી ? તીવ્ર અશાતાના ઉદયમાં કદાચ ભણેલું ભુલાઇ જાય તોપણ વિપર્યાસ તો ન જ થાય. સ0 મરીચિ અશાતાના ઉદયમાં સમ્યક્ત્વ ગુમાવી બેઠા ને ? તમે કથાગ્રંથો ધ્યાન રાખીને નથી વાંચતા. જ્યારે રોગ આવ્યો ત્યારે પણ દુ:ખ અસહ્ય લાગ્યું ત્યારે વેષ છોડ્યો. દુઃખ આવ્યું માટે વેષ નથી છોડ્યો, દુ:ખરાબ લાગ્યું માટે વેષ છોડ્યો. એ વખતે પણ સમ્યકત્વ તો નથી જ ગુમાવ્યું. સમ્યક્ત્વ તો, સાજા થયા પછી પોતાને યોગ્ય શિષ્ય જાણીને તેનો લાભ જાગ્યો ત્યારે ગુમાવ્યું. માટે અશાતાની નહિ, કષાયની ચિંતા કરવાની જરૂર છે. આ પ્રમાણે જણાવ્યા બાદ શિષ્ય સાધુનું લક્ષણ જે અન્ય શાસ્ત્રમાં જણાવ્યું છે - તે પણ બતાવે છે કે – જેઓ આદેશમાં ઉત્પન્ન થયેલા હોય, ઉત્તમજાતિકુળમાં ઉત્પન્ન થયા હોય, જેમનો કર્મમળ પ્રાયઃ કરીને ક્ષીણ થયેલો હોય છે તેઓ સાધુ થવા યોગ્ય છે. સ0 આપણા કર્મમળ ક્ષીણ થયા છે એનું કોઇ લક્ષણ છે ? એક અપેક્ષાએ વિચારીએ તો આજે આપણે આટલાં પાપ કરીએ છીએ છતાં તે ઢંકાઇ જાય છે તેના ઉપરથી માનવું પડે ને કે કર્મ હળવાં છે. જો ભારે કર્મોનો ઉદય થાય તો આપણા પાપના અનુસારે આપણે આજે જેલમાં હોઇએ ને? આ અપેક્ષાને બાજુએ રાખીએ તોપણ, જૈનકુળમાં જે આપણે જન્મ્યા તે કર્મ ક્ષીણ થયા વિના ઓછા આવીએ ? આગળ વધીને ધર્મરત્નના અર્થી થઇને તમે સૌ અહીં આવ્યા છો તે કર્મલઘુતાને જ સૂચવે છે ને ? કર્મો તો આપણને તમારી ભાષામાં, છપ્પર ફાડીને આપ્યું છે. પરંતુ એને ઝીલવાના બદલે એની નીચે જ આપણે દટાઇ ગયા માટે આ દશા છે ! આગળ સાધુનાં લક્ષણ જણાવતાં કહે છે કે જેઓ નિર્મળબુદ્ધિવાળા હોય છે તેમ જ ‘ભવસમુદ્રમાં મનુષ્યપણું દુર્લભ છે, જન્મ એ મરણનું નિમિત્ત છે. સંયોગ વિયોગાન્ત છે, મૃત્યુ ક્ષણે ક્ષણે રહેલું છે, કર્મનો વિપાક અત્યંત દાણ છે..' આ પ્રમાણે સ્વભાવથી જ સંસારની નિર્ગુણતાનું ભાન જેને હોય, તેથી વૈરાગ્યને પામેલા હોય, જેના કષાય પાતળા પડ્યા હોય, અલ્પ હાસ્યાદિવાળા હોય, સારી રીતે કૃતજ્ઞ તથા વિનયવાળા હોય, રાજયદ્રોહી ન હોય, સુંદર શરીરવાળા(પંચેન્દ્રિયપરિપૂર્ણ), શ્રદ્ધાળુ, સ્થિર ચિત્તવાળા હોય તે પ્રવ્રજયાને યોગ્ય છે. આજે આપણી પાસે ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૨ ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૩Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86