Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
View full book text
________________
વખતે સાધુ પ્રત્યે સ્નેહથી રહિત બનતા નથી અને સદા વાત્સલ્યને ધારણ કરે છે... આવા શ્રાવકો માતાપિતાતુલ્ય કહેવાય છે. શ્રાવકને સાધુનાં માબાપ કહ્યાં છે, તે આ રીતે. આજે તો સાધુનો પરિચય વધે અને અલના દેખાય તો તરત કહી દે કે – જઇએ છીએ, પણ પછી અમારા ભાવ ટતા નથી, પરિણામ ટકતા નથી. આવાને સાધુ પાસે જવાની ના જ પાડવી પડે ને ? બીજા ભાઇજેવા શ્રાવક તેને કહેવાય કે હૈયાથી સાધુ પ્રત્યે સ્નેહ હોવા છતાં પણ જ્યારે કાર્ય કરવું પડે ત્યારે મંદ આદરવાળા થાય અને પાછા સાધુ આપત્તિમાં હોય તો તેની સહાયમાં, તેમના પક્ષમાં ઊભા રહે. આમે ય પિતાના આદરમાં અને ભાઇના આદરમાં ફરક પડે ને ? આજે તમને પિતા આવે અને ભાઇ આવે તો વધારે આનંદ ક્યાં થાય ? મોટા ભાઇ આવે તો કે પિતા આવે તો ? સ0 પિતા આવે તો.
એનું કારણ શું? પિતા આપે છે અને ભાઇ ભાગ પડાવે છે માટે જ ને ? અહીં આપણી વાત નથી, આ તો સર્વસામાન્ય વાત છે કે – મોટા ભાઇને પિતાતુલ્ય ગણીએ તો વિનય આવે. મારા ગુરુમહારાજ દીક્ષા પામ્યા તો આ વિનયના આચરણના કારણે. કાપડની દુકાનમાં ગાદીના છેડે ઊભડક પગે બેસે કે જેથી મોટાભાઇ પાણી વાપરવા આવે તો તેમનો અવિનય ન થાય, તરત જ ઊભા થઇ શકાય. મોટાભાઇ ઊભા હોય અને આપણે ગાદમાં બેઠા હોઇએ તો અવિનય થાય - એવું તેઓ માનતા હતા.
મહાપુરુષો આકાશમાંથી નથી પડતા, આ ધરતી ઉપર જ થાય છે. અવિનયનો ત્યાગ કરે અને વિનયને આચરે તેનામાં મહાપુરુષતા આવે. ધંધો પોતે કરે અને સાંજે ગલ્લો મોટાભાઇ લઇ જાય તો કાંઇ પૂછવાનું નહિ ! કઇ રીતે વ્યવહાર ચાલે ? સવ વિશ્વાસથી.
વિશ્વાસથી નહિ, સમર્પણભાવથી. સમર્પણભાવવાળો વ્યવહાર મોટાભાઇ સાથે હોય તેવાઓ દીક્ષા લે તો સાધુપણાને અજવાળે. ચાલતી વખતે મોટાભાઇની પાછળ ચાલે, આગળ કે સાથે નહિ. મોટાભાઇ બોલે તો વચ્ચે બોલે નહિ, આ બધો વિનય શીખ્યા વિના નહિ ચાલે. વિનય કર્મને લઇ જાય છે એની સાથે એટલું યાદ રાખવું કે અવિનય કર્મને લાવે છે. નાનો માંગે નહિ અને મોટો આપ્યા વિના ન રહે – તો વ્યવહાર દીપી ઊઠે. આ વિનયની વાત તો પ્રાસંગિક કરી. બાકી આપણી વાત તો એ છે કે ભાઇસમાન શ્રાવક સાધુનો વિનય કરવામાં મંદ આદરવાળો હોય છે. આપણે એવા નથી થવું. ત્રીજા મિત્રજેવા શ્રાવક તેને કહેવાય કે જે સાધુ પાસેથી માનની અપેક્ષા રાખે. પોતાને સાધુઓના સ્વજનો કરતાં અધિક ગણે. મિત્ર કોને કહેવાય ? માનને ઇચ્છે તેને જ ને ? આમ બધું કરે, પણ તેને કીધા વગર જો કર્યું તો રોષે ભરાય ને ? આજે તમે પણ એવા જ છો ને ? સાધુ જો તમને પૂછ્યા વગર કોઈ નિર્ણય લે તો તમને ગમે નહિ ને ? કહો ખરા કે – મને કીધું હોત તો આનાથી સારું કરી આપત.
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૧૮
ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૧૯