Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 20
________________ ધંધાના પાપથી બચાય, સુખના લોભ પર કાપ મુકાય અને પ્રતિક્રમણ પણ થઇ શકે. જેને શ્રાવક બનવું હોય તે સાધુ થવાનો ભાવ પહેલાં કેળવે. અને જેને સાધુ થવાનો ભાવ હોય તે પૈસાનો લોભ વધે એવું એક પગલું ન ભરે. સ0 નોકરિયાતવર્ગ શું કરે ? નોકરિયાતવર્ગની ચિંતા તમે છોડી દો, એ લોકો એકાસણાં આયંબિલ કરીને નોકરી કરવા તૈયાર છે. સવારે આયંબિલની રસોઇ ટિફિનમાં લઇ જઇને બપોરે એવું ને એવું ટાઢું ભોજન કરી આયંબિલ કરનારા જોયા છે અને એવા પાછા દીક્ષા ય પામી ગયા છે. ધર્મ કરવા માટે કયા બારણે પેસવું છે એવો વિચાર કરવાને બદલે કઇ બારીમાંથી છટકવું છે - આવો વિચાર શા માટે કરો છો ? દુઃખ વેઠવું નથી અને અનુકૂળતાનો રાગ છોડવો નથી, એની જ આ મોંકાણ છે. અમારે ત્યાં પણ ગુરુથી છૂટા પડનારા એમ કહે છે કે – મારી આરાધના થતી નથી, પણ એમ નથી કહેતા કે મારે દુ:ખ નથી ભોગવવું. ખોટી ફરિયાદ કરે તેનો નિકાલ કઇ રીતે થાય ? મેઘકુમારે સાચી ફરિયાદ કરી તો તેમનો નિસ્તાર થઇ ગયો. સ0 મેઘકુમારને ભગવાને શું સમજાવ્યું ? મેઘકુમારને ભગવાને કહ્યું હતું કે આના કરતાં વધુ દુઃખ તું ભોગવીને આવ્યો છે. અત્યારે તો સંથારામાં જ ધૂળ આવી છે, અર્થકામ માટે લોકો ધૂળમાં ઊંધે છે... સાધુપણામાં દુ:ખ છે માટે નથી આવતા એવી વાત જ નથી, દુઃખ જોઇતું નથી, ભોગવવું નથી માટે નથી આવતા - એ હકીકત છે. સ0 ચારિત્રમોહનીય તૂટે તો દુ:ખ ભોગવવાનું મન થાય, આ તો અનાદિના સંસ્કાર જ એવા છે ને... અનાદિના સંસ્કાર છે – એમ કહેતા હો તો તો તમને કહેવું છે કે અનાદિથી સુખ ભોગવવાના નહિ, દુઃખ ભોગવવાના જ સંસ્કાર છે. નિગોદમાંથી દુ:ખ જ ભોગવતા આવ્યા છીએ ને ? અનાદિની વાત તો જવા દો, આ ભવમાં પણ પહેલાં દુઃખ જ ભોગવ્યું છે ને ? પહેલાં ચાલીમાં રહેતા હતા ને ગમે તેનાથી ચલાવતા હતા ને? હવે બંગલામાં આવ્યા એટલે પેલા સંસ્કાર જતા રહ્યા ને ? શક્તિ તો ઘણી છે, માત્ર વૃત્તિ કેળવવાની જરૂર છે. સંગ્રહ કરેલી શક્તિ સ્મશાનમાં બાળવા જ કામ લાગવાની છે, એના બદલે સાધુપણા માટે ફોરવવામાં શું વાંધો છે? અત્યાર સુધી દુઃખ કઇ રીતે ટાળવું અને સુખ કઇ રીતે મેળવવું એમાં જ બધી શક્તિ ફોરવી નાંખી છે ને ? સુખ છોડવાના સંસ્કાર પાડ્યા હોત તો નંદીષણમુનિની જેમ જ્ઞાનની સાધના, સુખનાં સાધનો વચ્ચે પણ સહજતાથી કરી શકત. નંદીષણમુનિ વેશ્યાને ઘેર રહીને દસને પ્રતિબોધતા હતા. જયારે આજે તો અમારાં સાધુસાધ્વી ઉપાશ્રયમાં, ગુરુની નિશ્રામાં પણ દસ ગાથા ગોખવા રાજી નથી. સ0 પતિત થયા પછી પણ આટલો પ્રબળ વૈરાગ્ય નંદીષણમુનિ કઈ રીતે રાખી શક્યા ? ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૩૪ ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૩૫

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86