Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 5
________________ ઓછો કરવા માટે મહેનત કરવી. આ ચારને વાપરવાની વૃત્તિ કેળવી લેવી છે. આ ચારનો રાગ વીતરાગતાને રોકે છે. માટે તેમને વાપરવામાં શક્તિ છુપાવવી નથી. સૌથી પહેલાં પુદ્ગલ પ્રત્યેનો રાગ ટાળવા માટે પૈસો કાઢી નાંખવો છે. જેની સાથે આત્માને સ્નાનસૂતક નથી તેવા પુદ્ગલ પ્રત્યેનો રાગ પણ ન ઘટે તો શરીરાદિનો રાગ કઇ રીતે ઊતરે ? આથી સૌથી પહેલાં પૈસો વાપરવો છે. આજે પૈસો હોય તો ઇનવેસ્ટ કરવાનું મન થાય કે ધર્મમાં ખર્ચી નાંખવાનું ? ઇનવેસ્ટનો અર્થ જ એ છે કે (ઇન વેસ્ટ). વેસ્ટમાં નાંખી દેવું. પૈસો જેટલો શુભ કાર્યમાં જાય – એટલું સારું છે. જેમાંથી નફો કે વ્યાજ મેળવવાની ભાવના હોય તે રોક્યું કહેવાય. જેમાં તેવી ભાવના ન હોય તે વાપર્યું કહેવાય. પૈસો ધર્મમાં રોકવો નથી, વાપરી નાંખવો છે. પૈસાનું રોકાણ કરે તે ઉદાર નથી, પૈસો વાપરી કાઢે તે ઉદાર છે. ધર્મમાં પૈસો વાપરીને વળતર લેવાની ભાવના હોય તે ઉદારતાનું લક્ષણ નથી. પૈસો તો કચરા જેવો છે ને ? તો તે કાઢી નાંખવાનો હોય કે તેનું રોકાણ કરવાનું હોય ? કચરાનું કોઇ રોકાણ ન કરે ને ? સ0 ધર્મમાં પૈસો વાપરે તો પુણ્ય તો બંધાય ને? એ વળતર જ છે ને ? પુણ્ય બંધાય તેની ના નથી, પણ એ વળતર જોઇતું નથી. ધર્મથી બંધાયેલું પુણ્ય પણ ભોગવવું નથી. કાજો કાઢતાં પણ હાથ તો મેલા થાય પરંતુ તે ધોઇ નાંખવાના ને? તેમ પૈસો કાઢતાં કદાચ પુણ્ય બંધાઈ જાય તો તે પુણ્ય પણ ભોગવવું નથી. સાધુપણાથી કાઢી નાંખવું છે. જેને પૈસો કચરાજેવો ન લાગે તે પોતે કચરા જેવો છે : એમ સમજી લેવું. ધર્મરત્નની યોગ્યતાના એકવીસ ગુણો જણાવ્યા બાદ જેને આ ધર્મરત્ન જોઇએ તેણે શ્રાવકના સત્તર ગુણો પણ પ્રાપ્ત કરવા જોઇએ - એમ જણાવ્યું. આ ૨૧ ગુણોની વાત સાંભળીને શિષ્ય શંકા કરે છે કે ૨૧ ગુણ પૂરા હોય તો જ ધર્મરત્ન મળે કે ઓછાવધતા ચાલે? આજે ખરીદી કરવા નીકળેલા વસ્તુનો ભાવ(કિંમત) જાણ્યા પછી ભાવતાલ કરે ને ? તેમ અહીં પણ વિચારે છે. ત્યારે ગ્રંથકારશ્રી જણાવે છે કે એકવીસ ગુણ પૂરા હોય તે ઉત્કૃષ્ટ યોગ્યતા છે. તેમાંથી પા ભાગના એટલે કે ૫, ૬ ગુણ ઓછા હોય અર્થાત્ ૧૫ કે ૧૬ ગુણ હોય તો તે મધ્યમ યોગ્યતા છે. અડધાથી હીન હોય અર્થાત્ ૨૧માંથી ૧૦ કે ૧૧ ગુણ ઓછા હોય તો ૧૧ કે ૧૦ ગુણવાળાની જધન્ય યોગ્યતા છે અને અડધાથી પણ ઓછા હોય અર્થાત્ ૧૦થી ઓછા હોય તે બધા દરિદ્રપ્રાય છે. જેઓ દરિદ્ર હોય તેઓએ ઘરે બેસવાનું કામ નથી પરંતુ શ્રીમંત બનવા માટે, જઘન્ય-મધ્યમ યોગ્યતા કેળવવા માટે પ્રયત્ન કરવો. થોડી યોગ્યતા હોય તો માંડી વાળવાની વાત નથી, પરંતુ એ યોગ્યતા પૂરી કરવા માટેની આ વાત છે. સએક દીપકથી પણ પ્રકાશ મળે ને ? પણ એ દીપક કેવો જોઇએ ? સૂર્યજેવો પ્રકાશ મળે તો એક ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૪ ભાવશ્રાવકનાં છ લક્ષણો : ૫Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 86