Book Title: Dhanya kumar Charitra Author(s): Pradyumnasuri Publisher: Shrutgyan Prasarak SabhaPage 15
________________ ધન્યકુમાર ચરિત્ર તથા કયા સમયે શું બોલવું તેનું બરાબર જ્ઞાન તેને હોવાથી તે રાજસભામાં જતો ત્યારે રાજાને પણ પ્રિય થઈ પડતો. દેવતાની ભક્તિ કરવામાં તે અડગ ધર્યવાળો હતો. અનુક્રમે બાલ્યવયનું તે અતિક્રમણ કરી યુવતીઓને ક્રિીડા કરવાનાં વન રૂપ યૌવનવયને તેણે પ્રાપ્ત કરી, તેના જન્મથી આરંભીને ધનસાર શ્રેષ્ઠીના ઘરમાં ચારે બાજુથી ધનધાન્યાદિ લક્ષ્મી વધવા લાગી હતી, તેથી તેનો પિતા લક્ષ્મીની વૃદ્ધિ જોઈને નીતિશાસ્ત્રના નિયમથી વિરૂદ્ધ હોવા છતાં ગુણથી આકર્ષાઈને હજારો માણસો પાસે તે ધન્યકુમારનાં વખાણ કરતો હતો. નીતિશાસ્ત્રમાં કહ્યું છે, “ગુરુની સ્તુતિ સામે કરવી, મિત્ર તથા બાંધવોની પાછળ કરવી, દાસ કે સેવકની કાર્યની સમાપ્તિ બાદ કરવી, પુત્રની તો કરવી જ નહીં, અને સ્ત્રીની સ્તુતિ મૃત્યુ પામ્યા પછી કરવી.” આમ છતાં પણ શેઠ તો કહેતા, “જે દિવસથી આ પુત્રનો જન્મ થયો છે, તે દિવસથી જાણે મંત્રથી આકર્ષાઈને આવતી હોય તેમ ચારે બાજુથી લક્ષ્મી મારા ઘરમાં વધતી જ જાય છે. આ પુત્રના ગુણો બધા શહેરવાસી જનોનાં ચિત્ત ચોરનારા છે. કોઈ નિપુણ માણસોથી પણ તેની ગણતરી થઈ શકે તેમ નથી. પૂર્વ જન્મના કોઈ શુભ ભાગ્યના ઉદયથી મારા ઘેર કલ્પવૃક્ષનો પુત્રરૂપે જન્મ થયો જણાય છે.” આ પ્રમાણે બહુ પ્રકારે જેમ જેમ તે ધનસાર શેઠ પોતાના નાના પુત્ર ધન્યકુમારના ગુણોનું વર્ણન કરવા લાગ્યા, તેમ તેમ તેના મોટા ત્રણે ભાઈઓ તે સહન ન કરી શકવાથી ઈર્ષ્યાથી બળવા લાગ્યા. બળતા હૃદયના કોપરૂપી અગ્નિમાં સ્નેહરૂપ તેલનું બલિદાન કરીને તેઓએ પોતાના પિતા ધનસારને એક દિવસે કહ્યું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 258