Book Title: Dhanya kumar Charitra
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 13
________________ ધન્યકુમાર ચરિત્ર કાવ્યકળામાં પોતાની બુદ્ધિથી પૂર્વ કવિઓનાં કરેલા કૌવ્યોમાં દોષ તથા ગુણો તે બતાવવા લાગ્યો. તેની બુદ્ધિ નિર્મળ હોવાથી સાહિત્યમાં અવસરોચિત વાત કરતાં તે કદી છેતરાતો નહિ. પુરાણ ગ્રંથોમાં પણ તેની બુદ્ધિ ઝળકી નીકળવા લાગી. જ્યોતિષ શાસ્ત્ર બરાબર સમજેલ હોવાથી ગ્રહ તથા નક્ષત્રોની સમજુતી તે બરાબર આપી શકતો હતો. કુશાગ્ર બુદ્ધિવાળો હોવાથી વાદવિવાદમાં જલદી તે જવાબ આપતો હતો. સમસ્યાઓનો તો તે સાંભળવા સાથે જ ઉત્તર આપતો. જુદી જુદી લિપિઓ વાંચવામાં તે કદી અલના પામતો નહિ. લીલાવતી ઈત્યાદિ ગણિત શાસ્ત્રમાં તે અસાધારણ જ્ઞાનવાળો બન્યો. વ્યાધિનું નિદાન કરવું; ચિકિત્સા કરવી તથા રોગનું મૂળ કારણ શોધી કાઢવું વગેરે વૈદ્યક ક્રિયાઓમાં નિઘંટુ વગેરે શાસ્ત્રોના અભ્યાસથી તે પ્રખ્યાત થયો. સર્વ ઔષધના તથા યોગના પ્રયોગમાં તે આમ્નાયને સમજનારો થયો. વાતો, હાસ્ય, કટાક્ષ કરવામાં પોતાની અસાધારણ શક્તિથી તે સામા માણસને તરત જ નિરુત્તર કરી નાંખતો. રહસ્ય ન સમજી શકાય તેવા શ્લોકોનું નિરાકરણ તે ઝટ કરી નાંખતો. (સમજાવી શકતો) | નાટ્યગ્રંથ રૂપ કસોટી ઉપર પોતાની મતિરૂપ સુવર્ણ ઘસીને તેણે પોતાની બુદ્ધિ તેજસ્વી કરી હતી. અંતર્ધાન વગેરે વિદ્યાઓ તેણે કાળજીપૂર્વક શીખી લીધી હતી. ઔષધિ, રસ, રસાયણ અને મણિ વગેરેની પરીક્ષામાં તે જલદી ગુણ-દોષ કહી શકતો. મંત્ર, તંત્ર, જંત્ર વગેરે તે સંપૂર્ણપણે શીખી ગયો હતો. ચૂડામણિ ઇત્યાદિ નિમિત્તશાસ્ત્રો જાણે પોતે બનાવેલાં હોય તેમ અસ્મલિતપણે તે બોલી જતો. ઉત્તાલ એવી ઈન્દ્રજાળ વગેરે વિદ્યાઓનું રહસ્ય તે સહેલાઈથી સમજાવતો હતો. વસંતરાજ વગેરે શુકનશાસ્ત્રનાં અધ્યયનથી પોતાની દૃષ્ટિએ કોઈપણ વસ્તુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 258