________________
લે મિઝરાયલ “હું આપને બધી વાત વિગતે કહું, સાહેબ.” જાવટે ઉમેયું. એઈલી...કચરમાં એક ચેપમેશ્ય નામનો ડોસો હતે. તે બહુ કંગાળ હાલતમાં રહેતું હતું, અને કોઈ તેના તરફ કશું લક્ષ આપનું નહિ, કારણ કે એવા લોકો શી રીતે જીવે છે તેની કોઈને ખબર હોતી નથી. આ મેસમમાં તે સફરજનની ચોરી કરતાં પકડાયો. ભીંત ચડીને તે વાડામાં પેઠો હતો, અને તેના હાથમાં તોડેલાં સફરજન હતાં. અહીં સુધી તે એક સામાન્ય ફોજદારી અદાલતને જ મામલો હતો, પરંતુ નસીબ જોગ કે તેને કેદખાનાની કોટડી સમરાવવાની હતી, એટલે મેજિસ્ટ્રેટે તેને અરસની જેલમાં ખસેડવાને હુકમ કર્યો. આ જેલમાં બ્રેટ નામને એક જૂને ગુનેગાર કઈ ગુનાસર પકડાઈને આવેલો હતો. તેની સારી. વર્તણૂક બદલ તેને દરવાજા ઉપર ફેંચીવાળાનું કામ સોંપેલું હતું. તેણે ચેપમેથ્યને જોતાં જ ઓળખી કાઢયો અને કહ્યું, “વાહ, આ તે મારો જનો સોબતી જીન વાલજીન! કેમ અલ્યા, જરા મારા સામું જો તે ખરો! ઓળખાણ પડે છે કે નહિ?” ચૅપમેયુએ નવાઈ પામી પૂછયું, “ભાઈ, શી વાત છે?” બ્રેવટે તરત કહ્યું, “ મારી જોડે ચાલાકી કરીશ તે ચાલવાની છે? તું જીન વાલજીન છે; વીસ વર્ષ પહેલાં તું ને હું ટુલ બંદરે વહાણ ઉપર સાથે હતા, તે ભૂલી ગયો?” ચેપમેયુ છેક જ નામુક્કર જવા લાગ્યો, એટલે એ બાબતની તપાસ શરૂ થઈ. ચેપમેશ્ય ત્રીસ વર્ષ પહેલાં જુદે જુદે ઠેકાણે ફરતે કઠિયારે હતો. તે ફેવ૦માં પણ રહ્યો હતો. હવે આ જીન વાલજીનના કુટુંબનું કોઈ ત્યાં હતું નહિ તેમ જ કોણ ક્યાં ગયું તેની પણ કોઈને ખબર ન હતી. ઉપરાંત, જીન વાલજીનને ઓળખી શકે તેવું પણ કોઈ ત્યાં હતું નહિ. પરંતુ વેટ ઉપરાંત વહાણ ઉપર બીજા બે કેદીઓ તેને ઓળખી શકે તેમ હતું. તે એને વહાણ ઉપરથી લાવવામાં આવ્યા. તેમણે પણ પેલા ઢોંગી ચૅપમેશ્યને જીન વાલજીન તરીકે ઓળખી કાઢયો. આ જ અરસામાં મારો કાગળ પૅરિસ ગયો. ત્યાંથી તરત જવાબ આવ્યો કે, જીન વાલજીન તે અહીં કેદમાં છે. ઉપરાંત ન્યાયાધીશે મને પણ તેને ઓળખવા ઔલાવ્યો. હું પણ ત્યાં જઈને તેને જોઈ આવ્યો, તે તે ખરેખર જીન વાલજીન જ હતે.”
તમને બરાબર ખાતરી છે કે, તે જ જીન વાલજીન છે ?” મેં. મેડલીને ધીમા અવાજે પૂછયું.
“જી હા, બરાબર ખાતરી છે.” પછી થોડી વાર ચૂપ રહીને જાવર્ટ બોલ્યો, “તેને જોયા પછી મને પોતાને જ નવાઈ થાય છે કે, હું આટલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org