________________
મં
પેટ્રેન મિનેટ
નાટકની રંગભૂમિ નીચે જેમ પાણું ઊંડાણ હાય છે, તેમ દરેક માનવસમાજ પણ ઉપર દેખાતા થરની નીચે એવાં અનેક પેાલાણા ધરાવતા હાય છે. જાણે એવા ભૂગર્ભા ઉપર જ સમાજની ઉપરની સંસ્કૃતિનું નાટક ચાલી શકે છે. કેટલાક ભૂગર્ભા તેના ભલાને માટે હોય છે, અને મેટા ભાગના તો બરબાદી માટે. એ પાતાળલોકમાં ઘૂઘવ્યા કરતું બળ અવારનવાર ઉપરના થરને ઉડાવી દે છે, ત્યારે તે ક્રાંતિ કહેવાય છે, ઉત્પાત કહેવાય છે કે ગુના કહેવાય છે. પગ તળે એવેા સળગતા જ્વાળામુખી ઢાંકી રાખીને ૧૪ જીવન જીવવાની આવડત હજુ જાણે સમાજને લાધી છે.
પૅરિસ શહેરના એક ભૂગર્ભમાં ૧૮૩૦થી ૧૮૩૫ ના અરસામાં કૉકેસસ, ડ્યૂલમેર, બંબેટ અને માંટપાર્ને—એ ચાર ડાકુઓનું સામ્રાજ્ય હતું. ડ્યૂલમેરની રાજધાની આર્કમેરિયન લાની નીચે વહેતી પાણીની જંગી સુરંગ હતી. જાણે એ લત્તાના બધા બગાડને અધિષ્ઠાતા દેવ ! તે છ ફૂટ ઊંચા હતા, પણ તેનું માથું એક પંખી જેટલું નાનું હતું. રાક્ષસને પણ પછાડવાને સરજાયેલા પેાતાના શરીર વડે તેણે જાતે જ રાક્ષસ બનવાનું પસંદ કર્યું હતું. તેના સ્નાયુએ અવિરત કર્મ માટે પોકાર્યા કરતા, પણ તેની માનસિક જડતા કશું કામ તેમને આપતી નહોતી. પરિણામ : એક કારમે
સેતાન.
બંબેટ તેનાથી ઊલટા હતા પાતળા તેમ જ ચાલાક, અતિશય ચાલાકી જ તેને આ માર્ગે લઈ આવી હતી. તે વીશીવાળા, દવાવાળા, નાટકવાળ્ય, દાંતવાળો, કુટુંબવાળો – એમ સૌ કાંઈ બન્યા હતા. ખીસાના રૂમાલ બાઈ નાખે તે પ્રમાણે તેણે કુટુંબ ખાઈ નાખ્યું હતું; અને બાકીના બધા દાંધા પણ એક પછી એક જેમ આવ્યા હતા તેમ ખાઈને, છેવટે તેણે પૅરિસ ઉપર ‘હાથ અજમાવવાનું’ કામ સ્વીકાર્યું હતું.
ૉકેસસને તે રાતના અવતાર જ કહેવા જોઈએ. દિવસ પૂરેપૂરો રાત વડે ભરખાઈ જાય, ત્યાર બાદ જ તે તેના દરમાંથી બહાર નીકળતા; અને દિવસ ઊગે ત્યાર પહેલાં દરમાં પાળેા સમાઈ જતા, તે દર કયાં હતું તે કોઈ જાણતું નહિ.
મોટાનેં એ બધાની સરખામણીમાં કુમળો બાળક કહેવાય : વીસ વર્ષથી પણ નાને. સુંદર ચહેરો, ધિલાડા જેવા હોઠ, મનહર કાળા વાળ, આંખમાં વસંતને પ્રકાશ; અને છતાં સૌ દુર્ગુણોને ભંડાર તથા બધા જ
૨૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org