Book Title: Daridranarayan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 502
________________ આટલું બધું અજવાળું શાનું? ૪૭૭ મેરિયસ બોલી ઊઠ્યો : “હા, હા, તમે હજી જરૂર જીવશો. તમે ઘણું દુ:ખ વેઠયું છે, પણ હવે તમારે જરા જેટલું પણ દુ:ખ વેઠવાનું નથી. હું મારે ઘૂંટણિયે પડીને એક વાર ફરીથી માફી માગી લઉં છું. તમારે અમારી સાથે રહેવું જ પડશે – જીવવું જ પડશે. અમારી બેની રાતદિવસ એક જ ચિંતા રહેશે – તમારું સુખ!” બારણે ટકોરો પડયો, દાક્તર અંદર આવ્યો. આવે, પધારો, દાક્તર. આ બિચારાં મારાં ગરીબડાં સંતાને મારે માટે જુઓને કે વલોપાત કરે છે!” દાક્તરે દરદીની નાડી જોઈ અને પછી મેરિયસ તથા કૉસેટ તરફ વળીને ધીમેથી કહ્યું, “તમારે લોકોએ જ આવવાની કેટલા બધા દિવસથી જરૂર હતી.” પરંતુ પછી મેરિયસના કાનમાં મોં ઘાલીને તેણે ધીમેથી કહ્યું, “પણ હવે ઘણું મોડું થઈ ગયું છે.” કોસેટ ઉપરથી નજર ખસેડયા વિના જાણે જીન વાલજીને દાક્તર તથા મેરિયસ તરફ નજર કરી લીધી અને તે ધીમેથી ગણગણ્યો : “મરવામાં કાંઈ દુ:ખ નથી; પરંતુ વધુ જીવવાનું નહિ મળે, એ વિચારથી દુ:ખ થાય છે ખરું.” પછી અચાનક તે ઊભે થયો. આવી આખરી તાકાતની ઘડીઓ મરણકાળની જ પુરોગામી હોય છે. તેણે કૂસનું પ્રતીક ભીંત ઉપરથી ઉતાર્યું અને પછી શેકેલા અને ટેકો આપવા દેડી આવેલા મેરિયસ અને દાક્તરને ખસેડીને ફરી પાછો પથારીમાં આવીને બેઠો. ત્યાર બાદ તેની છાતી કમાન જેવી વળી ગઈ, અને તેના માથામાં મૃત્યુની પડઘમ ગાજવા લાગી. કૉસેટ તેના ખભાને ટેકવતી ડૂસકે ચડી, “બાપુ, અમને છોડીને ચાલ્યા ન જતા. આટલી થોડી વારમાં જ ગુમાવવા માટે શું તમે ફરી અમને જડયા હતા?” જીન વાલજીને મહાપ્રયને કપાળ ધુણાવીને જાણે અંદરની તમ્મરને ખંખેરવા પ્રયત્ન કર્યો. પછી તેણે ધીમેથી કહ્યું: “તમે બંને મારા પ્રત્યે બહુ દયામાયા રાખે છે. પરંતુ મને કઈ વાતે દુઃખી કર્યો છે તે હું તમને કહી દઉં. મોર પોન્ટમર્સી, તમે મારા આપેલા પૈસાને કલંકિત ગણીને અડવાનું માંડી વાળ્યું, તે વાતે મને ખૂબ દુ:ખ આપ્યું છે. એ પૈસા ખરેખર તમારી પનીના છે. હું તમને બધું સમજાવું. અને એ સમજાવવા મેં એક કાગળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506