Book Title: Daridranarayan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 503
________________ લે મિઝરાબ્લ ૪૭૮ પણ લખવા માંડયો હતા. મેં મણકા અને ભેંસલેટ બનાવવાની નવી રીત શેાધી કાઢી હતી; તેથી માલ સસ્તા તથા વધુ સુંદર બનતા હતા. સ્પેનમાં તેનું મેટું બજાર હતું. એટલે મને ખૂબ પૈસા મળ્યા હતા. જો તમે એ ઐસા નહિ સ્વીકારો, તો મારું જીવન વ્યર્થ ગયું એમ હું માનીશ.” પણ ધીમે ધીમે જીન વાલજીનની ચેતના ઓલવાતી જતી હતી. હવે તેને ગળામાંથી બાલતાં કે કાંડું હલાવતાં પણ મુશ્કેલી પડતી હતી. તે થાકથી શાંત તથા ચૂપ થઈ ગયો. તે વખતે અચાનક તેના અંતરનું સર્વ ગૌરવ તેના ચહેરા ઉપર આવીને છવાઈ રહ્યું. પરલોકના ભવ્ય પ્રકાશ તેના માં ઉપર પથરાવા લાગ્યા. તેણે એક વાર કૉસેટને પાસે આવવા નિશાની કરી. પછી મેરિયસને પાસે બાલાવ્યા. પછી દૂરથી બાલને હોય તેવા અવાજે તે બાલ્યા, “ પાસે આવા, બંને જણ હજુ પાસે આવેા. હું તમને ખૂબ ચાહું છું. હવે મને મરતાં જરા પણ દુ:ખ થતું નથી. તું પણ મને ચાહે છે કૉસેટ, મને ખાતરી હતી કે અંતરથી તું મને કદી ભૂલી જ ન હતી. ખરુને ? 66 “હું મરી જઈશ એટલે તું રડીશ ખરુંને? પણ બહુ ન રડતી. હું તે કારણે બહુ દુ:ખી ન થાય એવી મારી ઇચ્છા છે. તમે બંને ખૂબ સુખી થશે. હવે તમારી પાસે ખૂબ પૈસા છે, તે બધા વાપરો અને જરા પણ અગવડ ન વેઠશે. મારી પેલી બે દીવાદાની હું કૉંસેટને વારસામાં આપું છું. તે સોના કરતાં, અરે, હીરા કરતાં પણ વધુ કીમતી છે. તે દીવાદાની મને બક્ષિસ આપનાર સંત પુરુષ મારા જીવનની કામગીરીથી સ્વર્ગમાં બેઠા બેઠા રાજી થયા છે કે નહિ તે હું નથી જાણતા; પણ હું કદી તેમને ભૂલ્યો નથી. જુઓ, મારી કબર ઉપર એક સીધા સાદા પથરો જ મુકાવો – કશું લખાણ ન કોતરાવશેા. માત્ર તું કૉંસેટ કોઈ કોઈ વખત ત્યાં આવીને ઊભી રહીશ, તે હું જ્યાં હાઈશ, ત્યાં મને ખૂબ આનંદ થશે. “ મોંશ્યોર પોન્ટમર્સી, મારે કબૂલ કરવું જોઈએ કે, હું તમારા તરફ ઘણી વાર અણગમાની નજરે જોતા હતા. પણ હું તમારી માફી ચાહું છું. મારી કૉસેટને તમે છીનવી લે છે એમ મને લાગતું હતું. પણ પછી મને સમજાઈ ગયું હતું કે, કૉંસેટને તમારા હાથમાં સોંપવામાં જ તેનું વધુ હિત છે. તમે પણ કૉસેટને ખૂબ ચાહા છે, એ મે' જોયું છે. તેને સાચવજો, એ મારી માંઘેરી મિલકત છે. તમે બંને સુખી થશે. મારી પેટીમાં પાંચસો ડ્રાંકની નાટ છે. મેં તેમાંથી એક પાઈ પણ ખર્ચી નથી, તે ગરીબગુરબાંને આપી દેજો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506