________________
પડછાયા અને કેળા
૨૦ બીજે દિવસે જન વાલજીન પાછો આવ્યો ત્યારે કૉસેટે બધી વાત તેને કહી સંભળાવી. કૉસેટના મનમાં એમ હતું કે, તેના બાપુ તેને હસી કાઢશે અને હિંમત આપશે કે, એવા આભાસો તે બીકણ મનને થયા કરે. પણ તેને બદલે તેના બાપુ તે એકદમ ચિંતાતુર થઈ ગયા.
કંઈક બહાનું કાઢીને જીન વાલજીન તરત બગીચા તરફ ગયો અને દરવાજા સુધીની બધી જગા તપાસી આવ્યો.
રાત્રે કૉસેટ અચાનક ઊંઘમાંથી જાગી ઊઠી; આ વખતે તો ચોક્કસ બગીચામાં કોઈ ચાલતું જ હતું. તેણે બારીની ડેકા-પટ્ટી ખસેડીને જોયું તે બગીચામાં એક માણસ હાથમાં મોટી ડાંગ લઇને ઊભો હતો. તે ચીસ પાડવા જતી જ હતી; તેવામાં ચંદ્રનું અજવાળું પડતાં તેને તેને ચહેરો ઓળખાશે. એ તો તેને બાપુ હતા!
જીન વાલજીને તે રાત તેમજ પછીની બે રાતે બગીચામાં જ ગાળી. કૉસેટ દરેક રાતે બારીની ડોકા-પટ્ટી ઉઘાડીને તે વાતની ખાતરી કરી લેતી.
ત્રીજી રાતે ચંદ્ર નાનો અને મોડો ઊગ્યો હતો. એક વાગ્યાને શુમાર હશે. એટલામાં તેણે ખડખડાટ હાસ્યનો અવાજ સાંભળ્યો અને તરત નીચેથી તેના બાપુએ તેને નામ દઈને બોલાવી, “ કૉસેટ !”
તે તરત પથારીમાંથી બહાર નીકળી અને શાલ વીંટીને બારી ઉઘાડી બહાર જોવા લાગી.
તેના બાપુ પેલા ઘાસવાળી જમીનના ટુકડા આગળ ઊભા હતા. “મેં તને ગોળ ટોપ પહેરેલો પેલો પડછાયો બતાવવા ઉઠાડી.”
અને તેણે જમીન ઉપર એક પડછાયા તરફ આંગળી કરીને બતાવી. પાસેના ઘરના માડિયાની નળીને પડછા ત્યાં પડેલો હતો. એ નળીને મથાળે જાળીદાર છાપરું હતું તે બરાબર ગોળ ટેપી પહેરેલા માથા જેવું દેખાતું હતું.
કૉસેટ પણ હસી પડી. તેને બધો ડર ચાલ્યો ગયો.
જન વાલજીન પણ હવે તદ્દન શાંત અને સ્વસ્થ થયો. કોસેટે જોકે ધુમાડિયાની નળીને આ પડછાયો પોતે જોયેલા ટપાવાળા પડછાયાની દિશામાં જ હતો, કે રાંદ્ર પણ આકાશના તે જ ભાગમાં હતો, કે ધુમાડિયાની નળીને પડછાયો પાછા ફરીને જોઈએ તેટલામાં શી રીતે ફરીથી દેખાતે બંધ થઈ જાય, વગેરે પ્રશ્નો કર્યા જ નહિ. તેને ખાતરી જ થઈ ગઈ કે, ખરેખર તેણે ધુમાડિયાને જ પડછાયો જોયો હતે.
પરંતુ થોડા દિવસ બાદ એક બીજો પ્રસંગ બન્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org