________________
વોચની વિદાય
૩૭૯ અને એમ બેલી તેણે શેરીમાં વધુ આગળ છલંગ મારી. વીસ નેશનલ ગાડૅનાં શબ પડયાં હતાં. ગેત્રોચની ટોપલીમાં કારતૂસનાં એ વીસ બંડલ આવે, તે મોરચાવાળાઓ માટે કાસૂસોને સારો સરખો પુરવઠો થાય.
આખી શેરી સતત ગોળીબારના ધુમાડાથી ભરાયેલી હતી. બેવોચ પિતાના નાના કદને કારણે એ ધુમાડા નીચે લપાતો લપાતે આગળ સરકતો હતો. પહેલાં સાત કે આઠ બંડલ તે તેણે ખાસ જોખમ વિના જ ખાલા કર્યા. હવે તે ઘૂંટણિયે પડી કોણી વડે ચાર પગે સરકવા લાગ્યો. તેના મેં વડે તેણે પેલી ટોપલી પકડી હતી. આમથી તેમ અમળાતો ને વળતે તે આગળ સરક્યો. પાછું બીજો એકાદ બંડલ તેણે ટોપલીમાં ખાલી કર્યું.
મરચાવાળાએના શ્વાસ થંભી ગયા. તેઓ હવે બૂમ પાડીને તેને પાછો બોલાવે, તે તેના તરફ પલટણવાળાએનું ધ્યાન ન જતું હોય તે પણ જાય.
એક શબ ઉપરથી તેને દારૂની કોથળી મળી. આગળ વધતાં વધતાં તે ધુમાડાની બહાર નીકળી ગયો. હવે પલટણવાળાઓએ તેને જોયો. તે એક શબ ઉપરથી બંડલ ઠાલવી રહ્યો હતો, તેવામાં એક ગાળી તે શબને જ વાગી. બીજી ગોળી તેની પાસેની ફરસ ઉપર પછડાઈ. ત્રીજીએ તેની ટોપલી ઊંધી વાળી.
ગેડ્રોચ હવે ઊભો થઈ ગયો. તેને ગેળી મારનાર નેશનલ ગાર્ડ સામે જોઈ તેણે એક કચગીતની બે પંક્તિઓ લલકારી અને પછી શાંતિથી પિતાની ટોપલી તે પાછી ભરવા લાગ્યો. હવે તે તે આગળ ને આગળ વધવા લાગ્યો. ચોથી ગોળી હવે તેના કાન આગળથી સુસવાટ કરતી ચાલી ગઈ. જવાબમાં તેણે કૂચગીતની પંક્તિઓ આગળ લલકારી. પાંચમી ગળીએ ગીતની ત્રીજી કડી જરા વધુ જોરથી ગવાવા લાગી.
આ દૃશ્ય એકી સાથે કમકમાટીભર્યું તેમ જ દર્શનીય હતું. ગેડ્રોચ ઉપર ગોળી તકાતી હતી, તેથી જાણે તેને રમૂજ જ ઊપજતી હતી. દરેક ગેળીને જવાબ તે ગીતની એક એક કડીથી આપતો હતો. ગમે ત્યારે નજરે પડતે, ગોળીબાર સામે ચાળા કરતે, દેડતે, ગાતે, અને દરમ્યાન પિતાની ટોપલીમાં કારતૂસનાં બંડલ તે ઠાલવતા જતા હતે. આ મોરચે કમકમાટી અનુભવી રહ્યો હતો. બધાની આંખો તેની પાછળ પાછળ ઘૂમતી હતી. આ કોઈ બાળક નહતું, આ કોઈ માણસ નહતું, આ તો કોઈ પરીની જાતનું ભટોળિયું હતું. ગળીઓ તેની પાછળ દોડતી, પણ ગેડ્રોચ ગોળીએ કરતાં વધુ ચપળ હતે. તે અત્યારે મોત સાથે જ સંતાકૂકડીને અવર્ણનીય અને ભયંકર ખેલ ખેલી રહ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org