________________
ભોંયતળને ઓરડે
४४६ વાળવા ઝૂડવાની કે લુછવાની પંચાત કોઈ કરતું નથી. અંદરની ધૂળ પણ શાંતિ ભગવતી પડી રહે છે. કરોળિયાનાં જાળાં પણ મરજીમાં આવે તેમ ઝૂલતાં રહે છે.
એક ખૂણે અંગીઠી તાજેતરમાં સળગાવવામાં આવી હતી : અર્થાત નીચે જ રહીશ’ એ જવાબ પહેલેથી કલ્પી લેવામાં આવ્યો હતો. અંગીઠીની પાસે જ બે આરામ ખુરશીઓ મૂકેલી હતી. સળગતા અંગારા તથા બારીમાં થઈને બહારથી આવતું ભળભાંખળું– એ બેના સિવાય બીજું કશું અજવાળું એ ઓરડીમાં કરવામાં આવ્યું ન હતું,
જીન વાલજીન થાક્યો પાક્યો હતે. કેટલાય દિવસથી તેણે ખાધું ન હતું કે ઊંઘ લીધી ન હતી. તેણે એક આરામ ખુરશીમાં પડતું નાખ્યું.
પેલો દરવાન થોડી વારે એક સળગતી મીણબત્તી લઈને આવ્યો અને ટેબલ ઉપર મૂકી ગયો. જીન વાલજીનનું મોં છાતી ઉપર નમેલું હેઈ, તેણે દરવાનને કે મીણબત્તીને જોયાં નહિ.
અચાનક તે ચેંકી ઊઠ્યો. કૉસેટ તેની પાછળ આવીને ઊભી હતી. જન વાલજીને તેના માં સોંસરવી એક ઊંડી નજર નાખી : તેના મને નહિ, પણ તેના અંતરને જોઈ લેવા માગતો હોય તેમ.
વાહ, બાપુજી! તમારી આડાઈનો પાર નથી, એ તે હું જાણતી જ હતી, પરંતુ આ જાતની આડાઈ તે મારી કલ્પનામાં જ ન આવી હોત. શી રૂપાળી ક૯૫ના છે! મેરિયસે મને કહ્યું કે, તમે મને અહીં જ મળવા માગો છો.”
“હા, મેં જ એવી વિનંતી કરી હતી.”
“મેં એ જવાબની અપેક્ષા રાખી હતી. પરંતુ હું તમને ચેતવણી આપું છું કે, હું મોટું ધાંધલ મચાવી મૂકવાની છું. ચાલો આપણે એનું જ પગરણ માંડીએ. લો બાપુજી, મને ચુંબન કરો જોઉં.”
જીન વાલજીન હાલ્યો નહિ.
“તમે ખસતા જ નથી, કેમ? ઠીક તમારો ગુને વધતો જાય છે. પરંતુ કંઈ નહિ, હું તમને માફી બકું છું. ઈશુ ખિતે કહ્યું છે કે, “બીજો ગાલ ધરવો’ તો લે આ બીજો ગાલ.”
અને તેણે બીજો ગાલ ધર્યો. જીન વાલજીન ખસ્ય જ નહિ; તેના પગ જાણે જકડી લેવામાં આવ્યા હતા. “આ તો વાત વધતી જાય છે. મેં તમને શું કર્યું છે? હું કહી દઉં લે મિ૦ – ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org