Book Title: Daridranarayan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 479
________________ ૪૫૪ લે મિરાન્ડ કૉસેટે કંઈ જવાબ ન આપ્યો. પણ બીજે એક દિવસે વાતવાતમાં કૉસેટે કહ્યું, “મારા પતિએ કાલે એક નવાઈની વાત મને કરી; તેમણે કહ્યું, “કૉસેટ, આપણને ત્રીસ હજાર ફ્રકની આવક છે : તારા સત્તાવીસ હજાર અને મારા દાદા મને આપે છે તે ત્રણ હજાર. પણ એ ત્રણ હજાર ફૂાંક ઉપર જ જીવવાની તારી હિંમત છે?’ મે, કહ્યું, “અરે એક પણ ફૂક ન હોય તે પણ તમે સાથે છે તે જીવવાની મારી બધી હિંમત છે.’ પછી મેં પૂછયું, “પણ તમે આમ કેમ પૂછ્યું?” તેમણે કહ્યું “માત્ર જાણવા ખાતર.'' જીન વાલજીન કશું બોલ્યો નહિં; પણ તે મનમાં સમજી ગયો કે, મેરિયસને કૉસેટના પૈસા કદાચ મારા જ હોય એવો વહેમ છે. અને હું તે ચોર ડાકુ છું એમ મેરિયસ જાણે છે, એટલે તેને કદાચ ભય હશે કે, કૉસેટને મેં આપેલા એ પૈસા ખરેખર પાપના જ પૈસા હશે. પણ પછી તે ધીમે ધીમે તેને ઘરમાં આવતે જ બંધ કરવાની પેરવી થતી સ્પષ્ટ દેખાવા લાગી. એક દિવસ એ ભેંયતળના ઓરડામાં સગડી જ સળગાવવામાં ન આવી. કૉસેટે પૂછયું ત્યારે જીન વાલનજીને જવાબ આપ્યો કે, “એપ્રિલ મહિનો આવ્યો, એટલે હવે ઠંડીની મોસમ પૂરી થઈ ગણાય; એટલે મેં જ સગડી ન મૂકવાનું નકરને જણાવ્યું હતું.” કસેટ ખભા હલાવીને માત્ર એટલું જ બોલી, “આટલી બધી તે ઠંડી છે; પણ તમારી તે બધી વાતે જ ન્યારી !” થોડા દિવસ બાદ જીન વાલજીન એ ઓરડામાં દાખલ થયે તેની સાથે જ ચોંકી ઊઠયો. તે ઓરડામાં સગડી પણ ન હતી અને આરામખુરશીઓ પણ ન હતી. કૉસેટે આવતાંની સાથે જ પૂછયું : “વાહ, આજે તો ખુરસી પણ નથી ને?” જીન વાલજીને તતડાતે અવાજે બોલ્યો, “મેં જ નોકરને ઉપાડી જવા કહ્યું હતું.” “શા માટે વળી?” “આજે હું બહુ થોડી જ મિનિટ અહીં રોકાવા માગું છું.” “પણ થોડો વખત રોકાવું હોય તેથી બેસવું નહિ, એવું કયાંથી લાવ્યા? તમારું તે હવે બધું વિપરીત જ થતું જાય છે.” ઠીક, ત્યારે આવજે!” જીન વાલજીને ગણગણ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506