Book Title: Daridranarayan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 487
________________ ૪૬૨ લે મિઝેરોક્લ મદદ કરી. મેરિયસને તરત જોવ્ટનું ઘોલકું નજર સમક્ષ તાદૃશ થઈ ગયું. જે માણસને ફરીથી શોધવા તેણે તાજેતરમાં જ હાડકૂટ પ્રયત્ન કર્યા હતા, તે માણસ જ તે કાગળને લખનાર હતો. તેણે કાગળ ઝટપટ વાંચવા માંડ્યો : “ઍર ઍરન, જો સર્વશક્તિમાન પરમાત્માએ મને પૂરતી અક્કલનો ખજાનો બો હોત, તો હું પણ બૈરન થનાર્ડ થયો હોત અને અકાદમી ઑફ સિએન્સીસના માનવંત સભ્યપદે બિરાજતો હોત. પણ તેમ બન્યું નથી, એટલે હું તો અત્યારે આપના ધનભંડાર અને આપની ઉદારતા સામે નજર રાખીને આ લખી રહ્યો છું. મારી પાસે એક ગુપ્ત રહસ્ય છે. એ રહસ્ય એવી વ્યક્તિ અંગેનું છે કે, જે વ્યક્તિની સાથે આપને અંગત લેવાદેવા છે. આપ ઇચ્છો તો હું એ રહસ્ય આપને આપી દઉં, જેથી આપના માનવંત ઘરમાંથી આપ એક વ્યક્તિને હાંકી કાઢી શકે, જેને આપના ઘરમાં રહેવાને જરા પણ હક નથી. માનવંત બેરનેસ બાનુ તે ઉચ્ચ કુળનાં છે. પરંતુ ગુણનું ધામ પણ અપવિત્ર ગુનાની બતમાં રહે, તે ડાઘ લાગ્યા વિના ન રહે. “આપના હુકમની રાહ જોતો હું ખડકીના ઓરડામાં ઊભે છે. આદર સહિત, આપને નમ્ર સેવક “થેના” એ નામ બનાવટી છે, એ મેરિયસ તરત સમજી ગયો, પરંતુ પિતે જે બે માણસને શોધતો હતો, તેમાંથી એક – પોતાના પિતાની જિંદગી બચાવનાર અને જેના પ્રત્યે પિતાએ ત્રણ વારસામાં સોંપ્યું હતું, તે મળી ગયો, એ વિચારે તે રાજી રાજી થઈ ગયો; અને એ જ પ્રમાણે જે પિતાને ઊંડી સુરંગમાંથી ઉપાડી લાવીને બચાવનાર માણસ પણ મળી જાય, તો પોતાના સુખમાં મણા રહે ખરી? “તેને અંદર લાવો.” મેરિયસે હુકમ કર્યો. પણ મૅર થેના જ્યારે દાખલ થયા, ત્યારે, તેમને જોઈને મેરિયસ આભો જ થઈ ગ, જૂનાં કપડાં અને વેશ વેચનાર યહૂદીની જાણીતી દુકાનેથી તે માણસે આબાદ પહેરવેશ સજેલો હતો. મેરિયસ એકદમ તો ઓળખી જ શકયો નહિ. તેણે તરત પૂછયું, “તમારે શું કામ છે?” પેલે તે, મઘર માયાળુપણે હસે એવું સ્મિત કરીને તરત બેલ્યો, “મોર બૅરનને હું જુદા જુદા મેળાવડાઓમાં પહેલાં કદી ન મળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506