Book Title: Daridranarayan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 499
________________ ૪૭૪ લે મિઝેરાલ્ડ અરે તને એ ભૂગર્ભ-સુરંગની કલ્પના પણ નહિ આવે. હું તે બેહોશ – અધે મરે જ પડ્યો હતે. પણ તેમણે મને છેલ્લી ઘડી સુધી છોડ્યો નહિ. તે મને મારા દાદાને ઘેર હેમખેમ લઈ આવ્યા. કૉસેટ, હું તેમને એક ઘડી પણ હવે આપણાથી જુદા રહેવા દેવા નથી. હવે આપણે બંને તેમના ચરણ પૂજ્યા કરીશું. પણ એ અત્યારે ઘેર જ હોય તે કેવું સારું! હવે બધું સમજાયું. ગેવો એ કાગળ તેમને જ આપે. સમજીને ?” કોસેટ કશું જ ન સમજી, પણ તે બોલી, “તમારી વાત ખરી છે.” બારણા ઉપર ટકોરો સાભળતાંની સાથે જ જીન વાલજીને પોતાનું માં તે તરફ ફેરવ્યું. “અંદર આવો.” તેણે કશું જોયા વિના જ કહ્યું. બારણું ઊઘડવું, કૉસેટ અને મેરિયસ નજરે પડ્યાં. મેરિયસ બારણાના ચોકઠાને અઢેલીને જ ખચકાઈને ઊભો રહ્યો. “કૉસેટ!” જીન વાલજીન રાજી થઈને બોલી ઊઠ્યો. તે હાથ પહોળા કરી એકદમ ઊભું થઈ ગયો. પણ તેનું શરીર ધૃજતું હતું અને તેને દેખાવ પ્રેત જેવો હતો. પરંતુ તેની આંખોમાંથી આનંદને ઓઘ નીતરી રહ્યો હતે. કૉસેટ ડૂસકાં ભરતી ભરતી જીન વાલજીનની છાતી ઉપર પડી. “બાપુ!” જન વાલજીન હર્ષઘેલો થઈ બોલી ઊઠ્યો, “કૉસેટ ! તું છે? નહિ, બાનું, તમે ખરેખર આવ્યાં? હા પ્રભુ! તું કેટલો દયાળુ છે!” મેરિયસ હવે મહાપરાણે આંસુ ખાળ, લાગણીથી રૂંધાયેલા ગળે આગળ આવ્યો અને ડૂસકાં સાથે બોલ્યો, “બાપુ!” અને તમે પણ મને માફ કરો છો, ખરું?” જીન વાલજીને પૂછયું. કૉસેટ જીન વાલજીનના ખોળામાં જ બેસી પડી હતી તથા તેના માથાના સફેદ વાળ ઉપર તથા ગાલ ઉપર હાથ ફેરવતી હતી. જીન, વાલજીનની અવદશા જોઈને તે છાતી ફાટ રડતી હતી. જીન વાલજીનની આંખે આકાશ તરફ ઊંચી થઈ. તે બોલ્યો “આપણે કેવાં અજ્ઞાન છીએ? હમણાં જ હું ઈશ્વરને દોષ દેતે હતો કે, મારો ભેટો કૉસેટ સાથે નહિ જ થાય ! હું તેને ના પોશાક પથારી ઉપર ગઠવીને બોલતો હતે, “હે ઈશ્વર, મારો મેળાપ ફરી તેની સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506