Book Title: Daridranarayan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 475
________________ ૪૫૦ લે મિરાવ છું કે મને સમજ પડતી નથી. આ બધાને તમારે મને ભારે બદલો ચૂકવવે પડશે. આજે તમારે અમારી સાથે જમવા બેસવાનું છે.” મેં જમી લીધું છે.” “એ ખોટી વાત છે. હું જીલેનર્મન્ડ દાદા પાસે તમને વઢાવરાવીશ, દાદાઓ બાપને વઢવા માટે જ બનાવ્યા હોય છે. ચાલો, ઊઠો, મારી સાથે ઉપર ચાલો જોઉં.” અસંભવ.” કૉસેટને લાગ્યું કે તેને પરાજય થતું જાય છે, એટલે હવે તેણે હુકમો છોડવાનું બંધ કરી પ્રશ્ન પૂછવા માંડયા. “પણ શા માટે નહિ? આખા ઘરમાં ગંદામાં ગંદી ઓરડી તમે મને મળવા માટે પસંદ કરી છે. અહીં એક મિનિટ પણ મારે બેસવું શી રીતે ?” “તમે જાણે છે, બાન, કે હું જરા તરંગી માણસ છું.” કોસેટ પિતાના બંને હાથ દબાવી બોલી ઊઠી, “બાબુ ! એટલે તમે શું કહેવા માગે છે?” “તમે બાન થવા ઇચ્છતાં હતાં, અને હવે તમે બાનું બન્યાં છો.” “પણ બાપુજી, તમારે માટે તે નહિ ને? તમારે માટે તે બેટા, લાડકી, દીકરી, ઝીણકી, એવું બધું!” મને તમે હવેથી “બાપુ' ન કહેશો.” “એટલે?” “મને જીન મહાશય કહેજો અથવા માત્ર જીન.” એટલે તમે હવે બાપુ નથી? અને હું કૉલેટ નથી? “ જીન મહાશય'? એનો શો અર્થ? આ બધી કેવીક ક્રાંતિઓ છે! પણ થયું છે શું? હવે તમે મારા માં સામે જોઈને જવાબ આપો જોઉં. તમે મારા કમરામાં આવવાના નથી? એટલે મેં તમારું શું બગાડ્યું છે, તે મને કહેશે? શી વાત છે, તે મને કહો જોઉં.” “કશી જ વાત નથી, વળી.” “તો પછી ?” “બધું જ જેમ પહેલાં હતું તેમ જ છે.” “તે પછી હવે તમે તમારું નામ શા માટે બદલવા માગો છો?” “તમે તમારું નામ નથી બદલ્યું? તમે જો પોન્ટમર્સી બાનું બન્યાં છે, તે હું જીન મહાશય બનું, તેમાં નવાઈની વાત શી છે?” “આ બધી નકામી વાત છે. તમે આજે તેફાન કરવા માગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506