________________
૩૦
લે મિરાલ્ડ આશરો લે એ પ્રગતિના પ્રકાશના બળમાં શ્રદ્ધા ખાવા જેવું છે.
તેમ છતાં, પ્રગતિ માટે શસ્ત્ર ઉગામનારાઓની બલિદાન-ભાવનાને બિરદાવ્યા વિના ચાલે તેમ નથી. આજુબાજુની પ્રજાની ઊંઘ કે બેફિકરાઈ જ આ લોકોને અધીરા બનાવે છે. અને અધીરાઈ એટલે આંધળાપણું. કઈ પ્રજા હર ઘડીએ, હર હાકલે, શહીદી અને બલિદાન માટે તત્પર થઈને નીકળી પડે, એ અશક્ય છે.
અચાનક પડઘમને ધણધણાટ છેક મરચાની લગોલગ જ આવી પહોંરયો. લશ્કરની આ સુયોજિત- સુવ્યવસ્થિત ચડાઈ હતી. અને લશ્કરનાં માણસો પણ “મરવું કે મારવું’ એ નિયમ બરાબર જાણતાં હોય છે; અને મારવાના કસબની તે તેમણે ખાસ તાલીમ લીધેલી હોય છે!
એટલે જ્યારે લશ્કરને હુમલે મોરચા ઉપર છેવટે આવ્યો, ત્યારે માણસને બદલે લોખંડ અને કાંસાની દીવાલ જ જાણે ધસી આવી હોય તેમ બન્યું. એક પણ પગલું જરાય ડગે નહિ કે પાછું પડે નહિ; ચક્રના દાંતાની પેઠે જ અચૂક આગળ ખસે.
બળવાખોરોએ એકસામટો ગોળીબાર કર્યો. લશ્કરના માણસે હુમલો એ અચાનક લાવ્યા હતા કે, એકદમ તે તેઓ મરચા ઉપર સીધા આવી ગયા હતા. પરંતુ બળવાખોરોના તેવા જ કાતિલ જવાબે, સિંહ જેમ કૂતરાને ભગાડી મૂકે, તે રીતે લશ્કરના સૈનિકોને મોરચા ઉપરથી પાછા પાડી દીધા. હવે મરચા ઉપર બળવાખોરો જ ગર્જના કરતા ઊભા હતા, જાણે દરિયાના પાણીમાં ફીણ છવાયેલા ખડક !
લશ્કરના માણસો પાછા પડ્યા; પણ થડે જ દૂર શેરીમાં સુવ્યવસ્થિત સ્થિતિમાં જ ઊભા રહ્યા, અને એ ભયંકર ગોળીઓને વરસાદ વરસાવવા મંડયા, કે જાણે મોરચાના ખડકલાને બંદૂકની આગથી જ સળગાવી મૂકવા માગતા હોય.
બંને બાજુ સરખો જ અડગ નિશ્ચય હતો. બહાદુરી પણ જંગલી કહી શકાય એ હદે પહોંચેલી હતી. ભયનું તે નામનિશાન જ ન હતું. હવે માત્ર સામા ધસી જવાનું ઝનૂન. લશ્કર હવે આ મરચાને અંત લાવવા માગતું હતું. અને મરચાવાળા આખરી દમ સુધી આકરી કિંમત વસૂલ કરવા માગતા હતા.
એન્જોલરસ એક છેડે ગોઠવાયો હતે; મેરિયસ બીજે છેડે. એન્જોલરસ આ મોરચો જાણે પોતાના મગજમાં લઈને ફરતે હતે. મેરિયસ મૃત્યુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org