________________
શેરીમાં કેઈ ન હતું! જીન વાલજીને બગલો નીચે હાથ રાખ્યા અને કોચમેને ઢીંચણ નીચે. તે પહેલાં જીન વાલજીને તેની છાતી ઉપર હાથ મૂકી જોયો હતો – હૃદય ધબકારા લેતું હતું.
જાવર્ટે સરકારી અદાથી દરવાનને પૂછ્યું, “લેનર્મન્ડ નામની કોઈ વ્યક્તિ અહીં રહે છે?”
“હા. તમારે તેમનું શું કામ છે?” તેમનો દીકરો ઘેર આવ્યો છે.” તેમનો દીકરો?” “તે મરી ગયો છે. તે મોરચા ઉપર ગયો હતો અને હવે તે આ રહ્યો.” “મોરચા ઉપર ?”
તે માર્યો ગયો છે. તેના બાપુને જગાડ.” દરવાન હાલ્યો નહિ.
તું જ કેમ નથી? વહેલી સવારે જ પાયદસ્ત કાઢવાની થશે.”
દરવાને પાસવાનને જગાડ્યો; પાસવાને દાસીને જગાડી; દાસીએ મેરિયસની માસીને જગાડી. કોઈએ ડોસાને જગાડવાની હિંમત કરી નહિ, તરત દાક્તરને બેલાવવા માણસ દોડાવવામાં આવ્યો.
જીન વાલજીનના ખભા ઉપર જાવર્ટને હાથ પડયો. તે સમજી ગયો. બંને નીચે ઊતરી ઘોડાગાડીમાં બેસી ગયા.
જન વાલજીને કહ્યું, “ઇસ્પેક્ટર જાવર્ટ, હજુ મારી એક વિનંતી છે.”
શી?”
“મને એક ક્ષણ વાર માટે ઘેર લઈ જાઓ. પછી તમારે જે કરવું હોય તે કરજો.”
જાવર્ટ ઘડીભર ગૃપ રહ્યો. પણ તેણે પડદો ઊંચે કરીને કહ્યું, “કોચમેન. રૂ દ લ હોમ આર્મ, નં. ૭ તરફ.”
આખા સમય દરમ્યાન બંનેમાંથી એક પણ મોં ઉઘાડયું ન હતું.
જીન વાલજીન ઘેર જઈને છેવટનું શું પતાવવા માગતો હતો? જે તેણે શરૂ કર્યું હતું તે પૂરું કરવાનું : અર્થાત મેરિયસ ક્યાં છે તેની ખબર કૉસેટને આપવાનું તથા તેને બીજી પણ એક અગત્યની માહિતી અને તે આપી દેવા. તેની પોતાની બાબતમાં તો હવે બધો ખેલ ખલાસ થયો હતો. જાવર્ટના હાથમાં તે પકડાયો હતો, અને તેણે જરા પણ સામનો કર્યો ન હતો. બીજો કોઈ તેની જગાએ હોત તો કદાચ થેનારડિયરે આપેલા દોરડાનો અને પોતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org