________________
લે મિઝેર જીન વાલજીનને જરા પણ શંકા ન રહી. આ માણસ સાથે ભેટો ગમે તેવો ઓચિત થયા હતા, પણ એ માણસને તે ઓળખાતો હતો. એ થેનારડિયર હતો!
જીન વાલજીન એકદમ તે ચોંકી ઊઠયો, પણ આવા અણધાર્યા આવતા ફટકાઓ સંભાળી લેવા પૂરતા સાવચેત રહેવાની તેને હવે ટેવ પડી ગઈ હતી; એટલે તે તરત સ્વસ્થ થઈ ગયો. પણ જવાબ આપતાં થોડી વાર થઈ એટલે થનારડિયરે ભવાં ઉપર હાથની છાજલી કરી તે કોણ છે તે જોવા પ્રયત્ન કર્યો. પણ જીન વાલજીને ગટરના મના અજવાળા તરફ તરત પીઠ કરી લીધી હતી, તથા કાદવ કીચડ વગેરેથી તેના દેદાર એવા થઈ ગયા હતા કે, તે ઓળખાય તેવો રહ્યો જ નહોતે.
“તું આમાંથી શી રીતે બહાર નીકળવા ધારે છે?" જીન વાલજીને જવાબ ન આપ્યો. તાળું તૂટવું અશક્ય છે. છતાં તારે બહાર તે નીકળવું જ હશે.” હા, બહાર તે નીકળવું જ છે.” તે પછી અર્ધો ભાગ કબૂલ રાખ.” “શામાં?”
“તેં આને મારી નાખે છે અને મારી પાસે દરવાજાની ચાવી છે. હું તને ઓળખતા નથી, પણ હું તને મદદ કરવા તૈયાર છું.”
જીન વાલજીનને હવે સમજ પડવા લાગી. થેનારડિયર એમ માનતો હતું કે જીન વાલજીને લૂંટવા માટે જ મેરિયસનું ખૂન કર્યું છે.
જે બિરાદર, સાંભળ. એનાં ખીસામાં શું ભર્યું છે તે જાણ્યા વિના તે મેં એને ન જ મારી નાખ્યો હોય. તો એમાંથી અર્ધો ભાગ મને આપી દે, એટલે હું તને દરવાજો ઉઘાડી બહાર કાઢું.”
થેનારડિયરે હવે પિતાના ખીસામાંથી ચાવી બહાર કાઢી. જીન વાલજીન એ ચાવી જોતાં જ ક્ષણભર આભો બની ગયે. આ નિર્જન ઘોર અંધારામાં પણ તેને વહાર આવી પહોંચી હતી, પણ તે આ રાક્ષસનું રૂપ લઈને !
થેનારડિયરે હવે બીજા મેટા ખીસામાંથી એક દોરડાનો ટુકડો કાઢયો અને જીન વાલજીનને હાથમાં આપ્યો.
“દેરડું? શા માટે?” તારે એક પથ્થર પણ જોઈશે; પરંતુ બહાર ઉકરડાના ઢગલામાં તારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org