________________
૧
જીન વાલજીને હવે ટેબલ ઉપરથી જાવર્ઝને છૂટો કર્યો. તેના હાથ તા બાંધેલા જ રહ્યા, તથા પગ પણ થાડા થાડા ખસી શકે તેવા પહેલેથી જ
૯૩ મારચાના અંત
બાંધેલા હતા.
જાવર્કના ગળા આગળ બાંધેલા દોરડા આગળથી પકડીને જીન વાલજીન તેને નાના મારચાની બહાર દોરી ગયા.
મેરિયસ ભીંત આગળ ઊંચા ઊભા હોવાથી એકલા તેણે આ બંને ચાલ્યા જતા જોયા.
નાના મારચા ઊતરીને જ્યારે બંને જણ શેરીમાં આવ્યા, ત્યારે જીન વાલજીને હાથમાંના તમંચે। બગલમાં ઘાલીને જાવર્ટને કહ્યું, “ જાવર્ટ, મને ઓળખ્યો ? ”
જાવટૅ જવાબ આપ્યો, “તારું વેર વસૂલ કર.
''
જીન વાલજીને ખીસામાંથી મેટું ચપ્પુ કાઢયું અને તેને ઉઘાડયું.
66
“છરો ? ” જાવર્ટ અચંબો પામીને બાલ્યો. પણ પછી તરત જ બાલ્યા,
બરાબર છે; તારા જેવા ખૂનીને એ જ હથિયાર ફાવે.”
જીન વાલજીને ચાકુથી જાવર્કના ગળા આગળના, કાંડા આગળના અને પછી પગ આગળના દારડાના બંધ કાપી નાખ્યો. પછી ઊભા થઈને તેણે કહ્યું, “ હવે ચાલ્યા જા; તું છૂટો છે.”
જાવર્ટ એકદમ ચાંકે તેવા નહોતા. તેમ છતાં તે પણ જસડ બની ઊભા રહ્યો.
"
જીન વાલજીને કહ્યું, “હું આ જગામાંથી જીવતા પાછા ફરવા માગતા નથી; છતાં કદાચ કોઈ અકસ્માતથી હું જીવતો રહી જાઉં, તે હું ફોશલવે નામથી રૂ દ લ હામ આર્મ નં. ૭ વાળા મકાનમાં રહું છું.”
જાવર્ટ વાઘની પેઠે ધીમેથી ઘૂરકયો,
66
તારા ઘરનું સરનામું છે?”
“ હા; હવે સલામ. ”
66
તે શું કહ્યું ? ફોશલવે, રૂ દ લ ામ આર્મી ? "
“ હા; નં. ૭.”
જાવર્ટ ધીમેથી ગણગણ્યા, “ નંબર સાત.” પછી તે પોતાના કોઢનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org