________________
૩૬૭
અમે મરવા નીકળ્યા છીએ! જોડે બીજાંઓને મારવાં એ વાત ખોટી. આપણે અત્યારે આત્મહત્યા કરવા તૈયાર થયા છીએ એ હકીકત છે. પણ આત્મહત્યા એ આપણને પોતાને લગતી બાબત હોય. જેની સાથે તેને કારણે બીજાને મરવાનું થાય, તેની સાથે તે આત્મહત્યા નથી રહેતી, પણ ખૂન બની જાય છે!
નાનાં બાળકોનાં રુવાંટીભર્યા અને ઘરડેરાનાં ધોળા વાળ ભરેલાં માથાં યાદ કરી જુઓ. અત્યારે જ એન્જલસ બહાર ગયો હતે. તે પાંચમે માળ મીણબત્તી લઈને કાચની બારી પાછળ કોઈની રાહ જોઈને તાકી રહેલી એક ડેસીમાને જોઈ આવ્યો. કદાચ તે તમારામાંની જ કોઈની મા હશે. એ માણસે અહીંથી જવું જ જોઈએ અને તે ડોસીને જઈને કહેવું જોઈએ, ‘મા, હું આ આવ્યો !
“જે માણસને આધારે ઘણાં જીવતાં હોય, તેણે પોતાની જાતને નકામી હેમી દેવી ન જોઈએ. એ તે આખા કુટુંબને મોતના મોંમાં હોમ્યા જેવું થયું. તમારામાંના કોને દીકરીઓ છે? કોને બહેને છે? વિચાર કરી જુઓ. તમે તો અહીં મરી ગયા; પણ કાલે તેમનું શું થશે? જુવાન છોકરી હોય અને ખાવાની રટી ન હોય, તો પછી શું થાય? પુરુષ તો ભીખ માગે, પણ સ્ત્રીને તે જાત વેચવી પડે. અને એ પવિત્ર નિર્દોષ કુમારિકાઓને ભ્રષ્ટાચાર કરવાની હદે ધકેલીને તમે અહીં શું હાંસલ કરવાના હતા? લોકોને તમે સરકારી જુલમમાંથી બચાવવા નીકળ્યા છો, પણ તમારી કુંવારિકાઓને પોલીસના હાથમાં સંપશે? એટલે, જેમને કુટુંબ છે, તેઓ અહીંથી અમારી સાથે છેલ્લા હાથ મિલાવી ચાલ્યા જાય! અહીંનું કામ અમે ફોડી લઇશું.
જાણું છું કે, અહીંથી એમ પાછા ચાલ્યા જવું તમારે માટે અઘરું છે. પણ જે અઘરું છે તે જ પ્રશંસાપાત્ર છે. હું જે હૉસ્પિટલમાં કામ કરતા હતા, ત્યાં એક મરેલું બાળક લોકો ઉપાડી લાવ્યા–પોસ્ટ મોર્ટમ માટે. તેનું પેટ નરી પીળી માટીથી ભરેલું હતું. તેને બાપ મરી ગયો હતો; કેટલાક ગરીબ લોકો દયાભાવથી તેને પોતાને ત્યાં લઈ ગયા. પણ તેમની પાસે જ ખાવા રોટી ન હતી. તેથી પેલું છોકરું ભૂખ્યું થાય ત્યારે ગુપચુપ ચૂલા પાસે જઈ ઉપરથી પીળી માટીના પોપડા ઉખાડીને ખાયા કરતું. તેનું પેટ ફૂલી ગયું અને હાથ-પગ સુકાઈ ગયા. તેઓએ એક વખત તેને બોલાવ્યું, તેણે જવાબ ન આપ્યો. તે મરી ગયું હતું. તેથી હું કહું છું કે, તમારામને જે બાપ હોય, તે પોતાને એ છોકરાને બાપ માને, અને તેના ઉપર દયા લાવી અહીંથી ચાલત થાય, જેથી તે બાળકને ચૂલાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org