________________
૩૦૪
લે મિઝરાહુ હું તમારી સાથે સીધી વાત કરું છું એ તમને નહિ ગમે. તમે ચિડાશો. તમારી નજીક આમ આવીને ઊભા રહેવું અને આમ સંબોધન કરવું એવી તમે ચિડાએ જ; તમે ચિડાયાં છોને?”
એ મા રે!” કૉલેટ એટલું જ બોલી અને ઢગલો થઈને જમીન ઉપર તૂટી પડી.
તેણે તેને પકડી લીધી. તેણે તેને પોતાના બાહુમાં સમેટી લીધી. પોતે શું કરતો હતો તેનું તેને ભાન ન હતું. તે પોતે જ થરથર ધ્રૂજી રહ્યો હવે, છતાં તે તેને ટેકો આપી રહ્યો. તેને લાગ્યું કે તેના માથામાં નર્યો ધુમાડો ભરાઈ ગયો છે. તેનાં આંખનાં પોપચાંની નીચેથી પ્રકાશના લિસોટા ઊડવા લાગ્યા. તેના વિચારો લુપ્ત થઈ ગયા. તેના હૃદયને અઢેલીને જ અનુપમ સુંદરી ઊભેલી હતી. પણ તેના અંતરમાં જરા પણ ભાવ ઊઠ્યો નહિ. તે તે પિતાના ઈષ્ટદેવના સાનિધ્યમાં સાક્ષાત્કારમાં – આંતર-બાહ્ય સર્વ ભાવ ખોઈ બેઠો હતો.
કૉસેટે તેને હાથ પકડી પોતાના હૃદય ઉપર મૂક્યો અને ત્યાં રાખેલા પિલા પરબીડિયાને તેને સ્પર્શ કરાવ્યો.
તે તમે મારા પ્રેમને સ્વીકાર કરે છે? કૉસેટે ધીમા અવાજે જવાબ આપ્યો : “તમે જાણો છો જ વળી!”
અને તેણે પિતાનું શરમથી લાલ બની ગયેલું મોં પેલા ગર્વિષ્ઠ અને ઉન્મત્ત બનેલા જુવાનની છાતીમાં છુપાવી દીધું.
તે તરત તેની સાથે પેલી બેઠક ઉપર બેસી પડ્યો. હવે શબ્દોનું કામ નહોતું. અંધારામાં ચમકતી આંખોએ તે બંને એકબીજા તરફ જોઈ રહ્યાં.
રાત આસપાસ જામવા લાગી. પથ્થરની બેઠક વધુ ઠંડી થવા લાગી. ઘાસ અને જમીન ભીનાં થઈ ગયાં. તેઓ એકબીજાની સામે જ નીરખી રહ્યાં. તેમના હાથ ક્યારે ભિડાઈ ગયા હતા તેની તેમને ખબર ન હતી.
તે બગીચામાં શી રીતે આવ્યો હતો તેને કૉસેટને વિચાર પણ ન આવ્યો. તેણે તે અંગે કશી પૂછપરછ પણ ન કરી. પોતે જયાં હોય, ત્યાં તે હોય એ જ સ્વાભાવિક હતું!
ધીમે ધીમે બંનેનાં હદય શબ્દરૂપે વહેવા લાગ્યાં. શબ્દ બંનેનાં હૃદયનું અમી એકબીજામાં રેડવા લાગ્યા. બંનેના હૃદયના અનંત ભાવોને અરસપરસ સ્થળપલટો કરવા માટે શબ્દ સિવાય બીજું કયું સબળ વાહન મળે? એ શબ્દો કાંઈ વર્ણમાળાના શબ્દો નથી હોતા; તે તે હોય છે અનંત શક્તિની મૂર્તિરૂપ બીજ-વણે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org