________________
મેરિયસ અંધારામાં અટવાય છે
૩૪૫ ચિરશાંતિમાં પોઢાડવામાં આવ્યું.
જાવર્ટની નજીક થઈને જતી વેળા એ જોલસે તેને કહ્યું, “હવે તારો વારો નજીક છે.”
આ દરમ્યાન ના બેવોચ તપાસ રાખતે મોરચા આગળ ઊભે હતા. તેણે થોડાક સૈનિકોને ચુપકીદીથી મેસ્થા પાસે ચાલી આવતા જોયા. તરત જ તેણે બૂમ પાડી, “સાવધાન!”
કોર્ફોરાક, એન્જોલરસ, જીન પૂવેર, કેમ્બફેર, જોલી, બહેરેલ, લેઈગલ સૌ એકદમ છલંગ ભરતા પીઠામાંથી બહાર ધસી આવ્યા. એક ક્ષણ પણ મોડું કરાય તેમ રહ્યું ન હતું. થોડાક મ્યુનિસિપલ ગાર્ડના માણસે બગી આગળ થઈને મરચા ઉપર ચડી પણ આવ્યા હતા. તેમણે બેવોચને ધકેલી કાઢયો હતો, પણ તે ત્યાંથી ભાગ્યો ન હતો.
ઘોડાપૂર ધસતું ધસતું બંધની સપાટીની ઊંચાઈએ પહોંચી જાય અને બંધની તરાડોમાંથી પાણી જોરથી ફૂટવા માંડે એના જેવી એ કટોકટીની કારમી ક્ષણ હતી. બહોરેલે એક ગાર્ડને પિતાની બંદૂકની નળીથી જ પૂરો કર્યો. પણ બીજા ગાર્ડે બેયોનેટથી બહોરેલને પૂરો કર્યો. ત્રીજાએ કોર્ફોરાકને ગબડાવી પાડ્યો હતો, અને તે મદદને પોકાર કરી રહ્યો હતો. બીજી એક રાક્ષસ જે ઊંચે ગાર્ડ બેનેટ ધરી ગેડ્રોચ ઉપર ધસી ગયે. બેવોચે જાવર્ટની જંગી બંદૂક તાકીને ઘોડે દબાવ્યો, પણ કશું ફૂટયું નહિ. જાવટેં બંદૂક ભરી જ ન હતી. પેલો ગાર્ડ હસી પડયો અને તેણે પિતાની બેયોનેટ તે છોકરા ઉપર ઉગામી.
પણ ગેડ્રોચને બેનેટ અડે, તે પહેલાં તે સૈનિકના હાથમાંથી બંદૂક પડી ગઈ. તેના કપાળમાં થઈને એક ગોળી પસાર થઈ ગઈ હતી. બીજી ગોળીએ કોર્ફોરાક ઉપર હુમલો કરનાર સૈનિકની છાતી આરપાર વીંધી નાખી હતી. તે પણ જમીન ઉપર ગબડી પડ્યો.
મેરિયસ મરચામાં અબઘડી દાખલ થયો હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org