________________
લે મિશ૭ હૃદય બેસી જવા લાગ્યું. હવે પિસ્તોલ ફેડવાથી પણ કશું ન વળે; કારણ કે આ લોકો અહીં પકડાય તેની સાથે પેલે ખવીસ ઉર્ફલાને મારી જ નાખે.
એક કારમી શાંતિ ચારે તરફ છવાઈ રહી હતી. અચાનક દાદરનું બારણું ઊઘડયું, અને વસાયું.
કેદી પિતાના દેરડામાં થોડોક સળવળે. “મારી શહેનશાહબાનુ આવી લાગે છે.” થનારડિયર બોલ્યો.
પણ એ હજુ પૂરું બોલી રહે તે પહેલાં થનારડિયર-બાનુ ઓરડીમાં ધમધમ કરતી અને લાલચળ મેઢે હાંફતી હાંફતી દાખલ થઈ અને ત્રાડ નાખતી બેલી :
“બેટું સરનામું !” . જે ડાકુ તેની સાથે ગયા હતા તેણે પણ તેની પાછળ દાખલ થઈને ખૂણામાંથી પિતાની કુહાડી હાથમાં લીધી
મેરિયસને શ્વાસ નીચે બેઠો. ઉસ્લા – કે તેનું જે નામ હોય તે -સહીસલામત હતી!
પરંતુ થનારડિયર હવે ત્રાડ નાખીને ઊભો થયો અને કેદી પ્રત્યે બોલ્યો : “ખોટું સરનામું ! તેં એથી શાની આશા રાખી હતી?”
વખત મેળવવાની !” કેદીએ રણકતે અવાજે જવાબ આપ્યો.
અને એ જ ક્ષણે તે પોતાનું દોરડાનું બંધન ખંખેરી નાખીને ઊભા થયો અને સીધે ભઠ્ઠી પાસે પહોંચી ગયો. તેમાંથી તરત તેણે પેલી લાલચોળ થયેલી ફરસી હાથમાં લીધી. બધા ડાકુએ પરિસ્થિતિમાં અચનક આવેલા આ પલટાથી ડઘાઈ જઈ, એક ખૂણા તરફ એકઠા થઈ ગયા.
તેને પૂરો કરે આ બનાવને અંતે જે પોલીસ-તપાસ થઈ હતી, તે દરમ્યાન પોલીસના હાથમાં તાંબાને એક સૂનો સિક્કો આવ્યો હતો. તેને વિચિત્ર રીતે ફાડેલ હ. એવા સૂ વહાણ ઉપરના કેદીઓની અથાગ ધીરજ અને મહેનતનું અદભુત પરિણામ હોય છે. એ કેદીઓ, પોતાના દીર્ધ અંધકારમાં, મુક્તિના પ્રકાશની આશાએ, નહિ જેવાં સાધનો વડે વર્ષો સુધીની મહેનતથી એવી ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org