________________
૧૮૩
કે સિઝેરાહલ
જમતી વખતે તે
શેાધે તા તે ચાલ્યા
દરમ્યાન તે તેના દાદા કે માસીને ભાગ્યે જ મળતો. અચાનક દેખા દેતા, અને ઘેાડી વાર પછી તેને કોઈ ગયા હાય. માસી બડબડાટ કરવા લાગી. દાદા મકલાવા લાગ્યા - છાની મર, આ તેા જુવાનીના દહાડા છે! બરાબર મારા ઉપર જ ઊતરવાના છે!”
――
66
પરંતુ મેરિયસના મનમાં એક આખી ક્રાંતિ સરજાતી જતી હતી. ફ્રેન્ચ ક્રાંતિ તથા નેપોલિયનની શહેનશાહત એ બે શબ્દો અત્યાર સુધી તેને માટે માત્ર લેાહી નીંગળતા રાક્ષસી શબ્દો હતા. હવે તેણે તે બંનેના ભીતરમાં નજર નાખી હતી, અને જ્યાં તેને અંધારાની અરાજકતા જ નજરે પડવાની આશા હતી, ત્યાં તેને વગ્નિડ, સેન્ટ-જસ્ટ, રૉબ્સપિયર, મિરાબા, કેમિલે ડેસમેાલિન્સ અને ડૅન્ટન જેવા તારા ઝગમગતા દેખાયા, તથા નેપોલિયનરૂપી સૂર્ય ઊગતા દેખાયો. પોતે કયાં છે તેનું તેને ભાન રહ્યું નહિ. એ મહાન વ્યક્તિ અને કૃત્યાના તેજથી તેની આંખ અંજાઈ ગઈ. ધીમે ધીમે તેજની ચમકથી આંખ ટેવાઈ જતાં તે એ બધી વ્યક્તિને બારીકાઈથી નિહાળવા લાગ્યો. વ્યક્તિ અને બીનાના બે વર્ગોમાંને દરેક તેને બે મહાન ઘટનામાં ગેાઠવાતા દેખાયા : ક્રાંતિનું લે' મંત્રનતાને પાછા મળેલા નાગરિક હકોના સામ્રાજ્યમાં; અને નેપેાલિયનની શહેનશાહત યુોપ ઉપર લદાયેલા ફ્રેન્ચ આદર્શના સામ્રાજ્યમાં. ક્રાંતિમાંથી તેને જનતાની ભવ્ય આકૃતિ પ્રગટ થતી દેખાઈ, અને ફ઼્રાંસની ભવ્ય આકૃતિ શહેનશાહતમાંથી. અને એ બધું સારું થયું હતું, એવી તેને ખાતરી થઈ ગઈ.
તેને સ્પષ્ટ સમજાઈ ગયું કે અત્યાર સુધી તે પોતાના દેશને તેમ જ પોતાના પિતાને આળખી શકયો જ નહાતા; અત્યાર સુધી તેની આંખ ઉપર અંધારપછાડો જ ફરી વળ્યા હતા. હવે તે દેખવા લાગ્યો, અને એક બાજુ પ્રશંસા કરવા લાગ્યા તથા બીજી બાજુ પૂજવા લાગ્યો.
ભારે પરિતાપ અને પસ્તાવાર્થી તેનું અંતર ભેદાઈ ગયું. કઠાર નિરાશાભર્યા એક જ વિચાર તેને વારંવાર દઝાડવા લાગ્યા કે, હવે તે પેાતાના અંતરની વાત કબરના પથ્થરને જ સંભળાવી શકે તેમ છે. જે પરમાત્માએ દયા લાવીને તેના પિતાને હજુ જીવતા રાખ્યા હાત, તો તે દાડતો જઈને તેમના ચરણમાં લેટી પડત અને બૂમ પાડીને તેમને કહેત – બાપુ ! હું આવ્યો છું! જુઓ! હું તમારા જ વિચારના છું, હું તમારો પુત્ર છું !” તે તેમના ધાળા મરતકને ચુંબન કરત, તેમના
64
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org