________________
પુનઃ પ્રાપ્તિ
૧૯૫
જ્યાં મારો ભાઈ પાદરી છે. તેનું નામ પોમરી કે મેાન્ટપર્સી એવું કંઈક
હતું. તેના મોં ઉપર તલવારના ઘાનું એક સુંદર ચાઠું હતું. ”
66
‘પેાન્ટમર્સી !” મેરિયસ ફીકો પડી જઈને બોલી ઊઠયો.
બરાબર પેાન્ટમર્સી. તમે તેમને એળખા છે શું ? ”
""
66
એ મારા બાપુ હતા.
બુઢ્ઢો પેાતાના બંને પંજા દબાવી બાલી ઊઠયો -
66
‘એમ ! તું જ એમને દીકરો થાય ભાઈ! બરાબર, એ છોકરો હવે તારા જેટલા જ જુવાનિયા થયા હોય. તા ડ્રીંક, બેટા, તું કહી શકે છે કે, તારે એવા બાપ હતેા કે જે તને ખૂબ ચાહતા હતા ! ”
મેરિયસે પોતાના હાથ ડોસાને આપ્યા, અને પછી તે તેની સાથે તેના મકાન સુધી ગયા. બીજે દિવસે તેણે માં. જીલેનાર્મન્ડને કહ્યું -
――――
66
અમે થોડા મિત્રોએ શિકાર-પાર્ટી ગાઠવી છે. મને તમે ત્રણ દિવસ બહાર જવાની રજા આપશો ?”
..
66
ચાર દિવસ, ” દાદાએ જવાબ આપ્યો; જા મેાજ કર. અને પછી તેમણે પેાતાની દીકરીના કાનમાં કહ્યું ઈશ્કબાજી જ! ”
ં કઈક
મેરિયસ ત્રણ દિવસ ગેરહાજર રહીને પૅરિસ પાછા આવ્યા. પાછા આવી તે સીધે પેાતાની કૉલેજની લાઇબ્રેરીમાં ગયા અને ‘મૉનિટર ’ નામના લશ્કરી છાપાની ફાઈલ લાગલા જ વાંચવા બેસી ગયા.
દિવસે સુધી વાંચવાંચ કરીને તેણે લેાકતંત્રના અને નેપેલિયનના સામ્રાજ્યના બધા ઇતિહાસ પૂરો કર્યા; હેલેના ટાપુની નેપેાલિયનની ડાયરી તેણે વાંચી નાખી. બધા જ અહેવાલે, બુલેટના અન ઢંઢેરા વાંચી કાઢયા; ભૂખ્યા હોય એમ બધું જ પેટમાં ઉતારી ગયા. નેપાલિયનના મહાસૈન્યનાં બુલેટિન વાંચતાં વાંચતાં જ્યારે પહેલી વાર તેને પેાતાના પિતાનું નામ વાંચવા મળ્યું, ત્યારે તેને થરથરાટી સાથે તાવ ચડી આવ્યા; અને તે તાવ પૂરું એક અઠવાડિયું રહ્યા. પેાતાના પિતાએ જે જે સેનાપતિઓના હાથ નીચે કામ કરેલું, તે બધાને તે મળી આવ્યા. દેવળના વૉર્ડન મેબાફને તે ફરીથી મળવા ગયા, ત્યારે તેણે કર્નલની વર્સેનની છેવટની જિંદગીના અહેવાલ આપ્યો: તેનાં ફૂલો, તેની ચુપકીદી, તેનું એકલવાયાપણું. મેરિયસ હવે આ વિરલ, ભવ્ય અને નમ્ર માણસને — સિંહ અને ઘેટાના મિશ્રણરૂપ પોતાના પિતાને સમજવા લાગ્યા.
આખો વખત પોતાના આ ઊંડા અભ્યાસમાં તે લીન રહેતા હતે; તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org