________________
૨૨૬
લે મિરાલ્ડ “બિચારી !” મેં. લેબ્લાન્કે નિસાસો નાખ્યો. , , “ અને મારી નાની દીકરી મરણતેલ ઘાયલ થઈ છે!” આટલું કહી જેન્ડેટે પિતાની નાની છોકરી કે જે ડૂસકાં ખાવાને બદલે મ. લેબ્લાન્કની દીકરી તરફ તાકી રહી હતી, તેના ઘવાયેલા હાથને સિફતથી દુખાડયો એટલે તે વેદનાથી ચીસો પાડવા લાગી.
એ ચીસ સાંભળી મ. લેબ્લાન્કની પુત્રી તરત હાંફળી હાંફળી તેની પાસે ગઈ અને બોલી, “રડ ના, બહેન!”
જેન્ટેટે હવે તેના પ્રત્યે જોઈને બોલવા માંડ્યું: ' “જુઓ, મારું નાનાં સુંદર બા! જુઓ તેનું કાંડું આખું લેહીથી તરબોળ છે! બિચારી એક સંચા ઉપર કામ કરવા જાય છે; આખો દિવસ મજૂરી કરે છે ત્યારે માંડ છ સૂ મળે છે. પણ અકસ્માતથી તેની આંગળી તેનાં ચકોમાં આવી જતાં તેની એટલી તુચ્છ કમાણી પણ બંધ થઈ છે, અને ઉપરથી તેને આખો હાથ કપાવી નાખવાનું ખર્ચ મારે માટે ઊભું થયું છે.”
“ખરે જ!” ડોસે ગભરાઈને બોલી ઊઠ્યો.' * પેલી નાની છોકરી પોતાને હાથ કપાવી નાખવાની વાતથી ગભરાઈને હવે “સુંદર રીતે' ડૂસકાં ભરવા લાગી.
- થોડો વખત થયાં જોવ્ટ આ “દાનવીર સદ્ગૃહસ્થ’ તરફ કોઈ વિચિત્ર નજરે જોયા કરતો હતો. તેની સાથે વાત કરતી વખતે પણ જાણે તે તેને નીરખીને જોઈ લેતે હોય અને કશું યાદ કરવા પ્રયત્ન કરતો હોય તેમ લાગતું હતું. અચાનક, બાપ-દીકરી બંને પેલી નાની છોકરીને તેના ઘવાયેલા હાથ બાબત પૂછપરછ કરતાં હતાં, તે દરમ્યાન તે પોતાની પત્ની તરફ સરકી ગયો અને ધીમે અવાજે તેને સંબોધીને બોલ્યો, “એ ડોસાને બરાબર જોઈ લેજે !” તે પછી મેં. લેબ્લાન્ક તરફ પાછા ફરીને તે પોતાની કથની આગળ ચલાવવા લાગ્ય:
આપ જોઈ શકો છો, મારા મહેરબાન, મારો આખો પોશાક મારી પત્નીના ઝભાને બનેલું છેઅને તે પણ ભર શિયાળામાં આખો ફાટી ગયો છે. મારાથી કોટ વિના બહાર નીકળવું નથી. મારી પાસે જો કેટ જેવું કાંઈક હેત, તો હું કયારને મા બાનુને ત્યાં પહોંચી જાત. તે
૧. ૧૦૦ સૂ=૧ કાંક. ૨૫ સૂ એટલે લગભગ તેર નયા પૈસા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org