________________
૮
લૈ મિઝેરાલ
હતાં : છેાકરીને તેના ધ્યાનપાત્ર કાળા પેશાકને કારણે તેઓ ‘કુમારી લેર્નોઈર’ ( કાજળ-કાળી ) કહેતા; અને ડોસાને તેના ધેાળા વાળને કારણે ‘ મહાશય લેબ્લાન્ક ’( શ્વેત-ફીણ ) કહેતા. વખત થાય અને એ જોડી નજરે પડે, એટલે દરેક જણ બોલી ઊઠતું, “ લે ! લેબ્લાન્ક ડૈસા તેમના બાંકડે પધાર્યા !” મેરિયસ પણ તે નામથી જ ડેાસાને ઓળખતા.
IS
પછીને વધે એવું બન્યું કે, મેરિયસે કશા કારણ વિના જ છ મહિના સુધી લક્ષમબર્ગ તરફ ફરવા જવાનું છેડી દીધું. છેવટે એક દિવસ ફરીથી જ્યારે તે ત્યાં ગયા, ત્યારે ઉનાળાનું સુંદર દૃશ્ય હતું અને મેરિયસના હૃદયમાં જાણે બધાં પંખીઓને કલરવ તથા નીલ આકાશની બધી નીલતા વ્યાપી ગયાં હતાં. તે સીધા પેાતાની ફરવાની જગાએ જઈ પહોંચ્યા. ત્યાં પહાંચતાં જ તેની નજર પેલી જૂની જોડી ઉપર પડી. પાસે થઈને જતાં તેને દેખાયું કે માણસ તે એજ હતેા; પરંતુ છેાકરી એ જ ન હતી : બાળપણની મનોહર રૂપરેખાઓની વચ્ચે થઈને જાણે યુવાન સ્ત્રીની બધી મેહક રેખાએ અચાનક ફૂટી નીકળી હતી – એ નિર્મળ અને ત્વરિત ઘડી કે જેનું ભાષાંતર · મુગ્ધ પંદરમું વર્ષ' એ શબ્દાર્થી જ કરી શકાય.
મેરિયસ એ લોકો આગળ થઈને પસાર થયા, ત્યારે છે.કરીની આંખેદ તે નીચી ઢળેલી જ હતી; પરંતુ પેલા શળા વાળવાળા ડોસાની વાત લક્ષ દઈને સાંભળતાં સાંભળતાં પણ, તેના મુખ ઉપરથી એક મધુર સ્મિત પસાર થઈ ગયું, એમ મેરિયસને લાગ્યું. મેરિયસ સામાન્ય રીતે બગીચાના એ લાંબા રસ્તા ઉપર પાંચ કે છ આંટા મારતાં. બીજા આંટા વખતે જ્યારે તે એ લોકોના બાંકડા પાસે થઈને પસાર થયા, ત્યારે પેલી જુવાન છેાકરીએ પેાતાની આંખા અચાનક ઊંચી કરી. એક બાળક જેમ કોઈ અચાનક પાસે આવેલા પંખી તરફ કૌતુકભરી નજર કરે, તેથી વિશેષ તેમાં કાંઈ ન હતું. અને મેરિયસ તે હવે યુવતી બનેલી તે છોકરી તરફ નજર પણ કરે એ અસંભવિત હતું, તેના બાકીના આંટા એ લેાકોના કશા ખ્યાલ વિના જ પેાતાના ચિંતનની લહેમાં પૂરા થયા.
પછીના દિવસેએ મેરિયસ પહેલાંની માફ્ક ત્યાં ફરવા જવા લાગ્યા, ત્યારે બાપ-દીકરીની મેાજૂદગી તેના લક્ષમાં આવતી; પરંતુ તે સિવાય તેમને બીજા કશા ખ્યાલ તેના મનમાં ઊઠતા નહિ.
એક દિવસ હવા ખુશનુમા હતી, અને લક્ષમબર્ગ બગીચા સૂર્યના પ્રકાશ અને છાયાથી ઊભરાઈ રહ્યો હતો. આકાશ જાણે દેવદૂતે એ વહેલી સારમાં ધાઈ કાઢયું હેય તેનું નિર્મળ હતું. મેરિયસે પેાતાના અંતરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org