________________
પિતૃઋણું હુકમનું અક્ષરશ: પાલન કર્યું તેથી તે વળી વધુ ચિડાવા લાગ્યા! પહેલાં તો તે માનતા કે, એ “ખૂની', “હત્યારો” થોડા દિવસમાં જ પાછો આવશે, પરંતુ જેમ જેમ દિવસે જતા ગયા અને મેરિયસ પાછો ન જ આવ્યો, તેમ તેમ તે મનને મનાવવા લાગ્યા કે, એ ફાંસીગરાને હું કાઢી ન મૂકું તે બીજું કશું પણ શું? પરંતુ સાને ગમગીનીના લાંબા ગાળા આવી જતા. ઘરડા માણસને સૂર્યના પ્રકાશ જેટલી જ વહાલની જરૂર રહે છે : બંને વસ્તુઓ તેમને માટે સરખી હૂંફદાયક છે.
મેરિયસે વેઠેલા દુ:ખે તેને ફાયદો કર્યો હતે. જુવાનીમાં આવેલું દુઃખ, જે માણસને ભાંગી ન નાખે, તે એક કીમિયાની ગરજ સારે છે; અને માણસની સઘળી ઇરછાશક્તિને પુરુષાર્થમુખી તથા તેના સમગ્ર અંતરને ધ્યેયમુખી બનાવી દે છે. તેમાંથી જ પછી આધ્યાત્મિક જીવનની વૃષણા ઊભી થાય છે. પેલા પૈસાદાર જુવાનિયાને સેંકડો સ્કૂલ તથા મનહર ભેગે પ્રાપ્ત થાય છે: શરત, શિકાર, સિગાર, જુગાર, મિજબાની અને આરામ. આમ, તેના આત્માના ઉચ્ચ અને સૂક્ષ્મ અંશોને ભેગે તે પોતાના સ્કૂલ અંશોને કામગીરી આપ્યા કરે છે. દરિદ્ર જુવાન માણસને તે પિતાની રોટી માટે કામ કરવું પડે છે. તે ખાય છે અને જ્યારે તે ખાઈ રહે છે, ત્યારે તેને ચિંતન સિવાય બીજું કાંઈ કરવાનું રહેતું નથી. ઈશ્વરે મફત આપેલી રમતગમતમાં પછી તે જોડાય છે. અનંત આકાશને, તારાઓને, ફૂલોને કે બાળકોને તે નિહાળે છે, જે માનવતામાં તે દુ:ખ વેઠી રહ્યો હોય છે તેને તે નિહાળે છે; તથા જે સૃષ્ટિમાં તે જીવી રહ્યો હોય છે તેને પણ નિહાળે છે. માનવતાને તે એટલી બધી નિહાળે છે કે તેને આત્મા દેખાય છે, અને સૃષ્ટિને તે એટલી બધી નિહાળે છે કે તેને પરમાત્મા દેખાય છે...
મેરિયસ વકીલ થશે તે છતાં તે કોર્ટમાં વકીલાત કરવા જવાની ઇચ્છા રાખતો ન હતે. એટર્ની સાથે મળતા રહેવું, કોર્ટોમાં હાજરી આપવી, ફરિયાદો શોધવી – એ બધું કંટાળાભરેલું હતું. તે શા માટે એ બધું કરે? તેનું પોતાનું કામ નિશ્ચિત હતું, તથા સખ્ત હોવા છતાં તેની પોતાની જરૂરિયાતો માટે પૂરતું હતું. બુકસેલરોમાંના એકે તેને મકાનની સગવડ સાથે વર્ષે દોઢ હજાર કૂક આપવા જણાવ્યું હતું. પરંતુ પગારથી બંધાઈને કામ કરવું અને એક લેખક – કારકુન બની રહેવું, તેના કરતાં સ્વતંત્ર રહીને જે ઓછું મળે તેથી ચલાવવું, એ તેને વધુ પસંદ કરવા જેવું લાગ્યું. કારણ કે, સ્થિતિ એકીસાથે સુધરે અને બગડે, સુખચેન વધે પણ સમાન છું થાય, – એ સદા તેને ખોઢનો ધધો લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org