________________
લે મિઝરાયલ “આપ કોસેટને લેવા જ ગયા હતા. હું રાતે કેટલાક સમયથી આપને દૂરથી જોઈ શકતી હતી – આપના મુખારવિંદની આસપાસ અદભુત પ્રકાશ ઝળહળી રહ્યો હતો, અને આપની આસપાસ મને સ્વર્ગીય દેવદૂતના ચહેરાઓ દેખાતા હતા.”
આટલું બોલી તેણે સામેના કૂસ-ચિહન તરફ આભારભરી નજર ઠેરવી.
પણ કૉસેટ કયાં છે? આપ લોકોએ તેને મારી પથારીમાં જ કેમ ન સુવાડી, જેથી હું આંખ ઉઘાડતાં જ તેને જોઈ શકે?”
આ વખતે ડૉકટર આવી પહોંચ્યો હતે; તેણે મે. મેડલીનની મદદે દોડી જઈ જવાબ આપ્યો, “ડાહી દીકરી, તું જરા શાંત થા; તારી કૉસેટ અહી જ છે; પણ તને આંચકો ન લાગે માટે અમને ઠીક લાગશે ત્યારે તેને તારી પાસે લાવીશું.” '
ફેન્ટાઇનના ચહેરા ઉપર ઉજજવળ પ્રકાશ છવાઈ રહ્યો; તેણે પોતાના હાથના પંજા જોરથી ભિડાવ્યા. તેમાં પ્રાર્થનાની અંદર હોઈ શકતી બધી પ્રબળતા અને બધી સૌમ્યતા ભરેલી હતી.
“ઠીક, પણ હવે તેને મારી પાસે લાવો !”
“હજ નહિ; તને તાવ ચડેલો છે. આ સ્થિતિમાં તારી પાસે કૉસેટને લાવીએ તે તને અચૂક નુકસાન થાય. નું પહેલાં સાજી થા.”
ફેન્ટાઇને આવેશમાં આવી જઈ એકદમ દાક્તરને વચ્ચેથી જ બોલતે અટકાવ્ય, અને કહ્યું, “પણ હું સારી છું; હું કહું છું કે હું હવે બરાબર સ્વસ્થ છું. આ દાક્તર લોકો છેક જ ગધેડા હોય છે કે શું? મારી કોસેટને હું જોઈશ તથા મારા હાથમાં લઈશ, એટલે મને જલદી સારું થશે કે ઊલટું નુકસાન થશે ?”
જે, જે, તું હજી કેટલી આમલમાં છે જ્યાં સુધી હું આમ કરીશ, ત્યાં સુધી હું કદી તારી બાળકીને તારી પાસે લાવવાનું નથી. હું જ્યારે શાંત પડીશ, ત્યારે હું જાતે તેને તારી પાસે લાવીશ.”
બિચારીએ પિતાનું માથું નીચે ઢાળી દીધું.
“દાક્તર સાહેબ, હું આપની ઘણી ઘણી માફી માગું છું. પહેલાં કદી મારે મોંએ આવા શબ્દો નીકળ્યા ન હોત. પરંતુ, હું એટલા બધા દુ:ખમાંથી પસાર થઈ છું કે હવે મને બોલવાનું ભાન રહેતું નથી. આપ મારા ભલા માટે જ મારી દીકરી મારી પાસે નહિ લાવતા હો; પરંતુ મારી દીકરીને નગરપતિ સાહેબ મારે માટે જ આટલે દૂરથી લઈ આવ્યા હોય, એટલે મને તેને જોવાની અધીરાઈ આવી જાય, એ સ્વાભાવિક છે. આજ આખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org