________________
કેશલેની મૂંઝવણ
૧૫૩ વાલજીનને ખાતરી થઈ ગઈ હતી કે તે આ મઠમાં જ કોઈ પણ રીતે રહે તો જ બચી શકે. પરંતુ આ જગા તેના જેવા માટે જેટલી સહીસલામત હતી, તેટલી જ જોખમભરેલી પણ હતી. આ મઠમાં કોઈ પુરુષ તે કઈ દાખલ જ ન થઈ શકે એટલે કોઈ તેને ત્યાં જોઈ જાય તે મઠમાં પેસવાના ઘોર અપરાધ બદલ જ તેને કપરી સજા થાય. પરંતુ કોઈ પણ રીતે તે અંદર છુપાઈ રહે, તો અહીં તેને શોધવા પણ કોણ આવે? અર્થાત આવી રહેવાને માટે અશક્ય જગાએ રહેવું એ જ એ અભાગિયા માટે બચવાનો એકમાત્ર માર્ગ હતો!
ફેશની મૂંઝવણ ફેશલ સૂતો સૂતો પિતાનું માથું ખંજવાળવા લાગે. મઠની આવી ઊંચી સીધી ભીતિ કૂદીને એક બાળક સાથે બહારને કોઈ પણ માણસ જીવતે અંદર શી રીતે આવી શકે, એ તેના માથામાં ઊતરતું જ ન હતું.
ફેશલનું મારી જેમ જેમ વધુ ગૂંચવાતું ગયું, તેમ તેમ તે માત્ર એક જ નિર્ણય ઉપર જોરથી આવવા લાગ્યો : “મેડલીન બાપુએ મારો જીવ બચાવ્યો છે, એટલે ભલેને તે ખૂન કરીને નાસી આવ્યા હોય, કે ભલેને તે ધાડ પાડીને નાસી આવ્યા હોય – મારે શી પંચાત ?”
પણ સવાલ એ હતી કે બાપુને મઠમાં રાખવા શી રીતે? આ મૂંઝવણથી પણ ફેશલવે ડોસો છેક હતાશ થયો નહિ. આખી જિંદગી તેણે પોતાના સ્વાર્થ સિવાય બીજી કશી વાતને વિચાર જ કર્યો ન હતો અને હવે તેની લંગડી – અપંગ જિંદગીના છેવટના દિવસોમાં તેને જ્યારે દુનિયામાં કશે રસ જ બાકી રહ્યો ન હતો, ત્યારે કૃતજ્ઞતા દાખવવાને, અને એક ઉપયોગી સારું કામ કરવાને મેક અચાનક તેની સામે આવીને ઊભો રહ્યો હતો. ફેશલ તેને હાથમાંથી જવા દઈ શકે તેમ ન હતું!
સવાર થતાં થતાંમાં અચાનક આંખ ઊઘડતાં જ, મેડલીન બાપુને પથારીમાં બેઠેલા તથા ઊંઘતી કૉસેટ તરફ જોતા જોઈને ફેશલ પણ બેઠે થઈ ગયો, અને માથું હલાવતે બોલી ઊઠ્યો :
“મેડલીન બાપુ, તમે આવ્યા છે. એક ભારે નસીબદાર ઘડીએ; જોકે મારે કહેવું તો જોઈએ – “કમનસીબ ઘડીએ; કારણ કે, અમારી સાધ્વીઓમાંથી એક આજે મરણપથારીએ પડેલી છે, અને તેથી ચાલીસ ક્લાકની પ્રાર્થના તેને માટે ચાલે છે. તે મરી જશે તો પાછી મરણ પછીની લાંબી પ્રાર્થના ચાલશે. એટલે, આજ તો આ તરફ કોઈ આવવાનું નથી, એ નક્કી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org