________________
મેટફરમેલનું ભૂત દે છે. તેનો પહેરવેશ અને દેખાવ તે સામાન્ય ગાડાવાળા જે કે કઠિયારા જેવો જ હોય છે; પરંતુ ટેપી કે ફાળિયાને બદલે માથા ઉપરનાં બે મેટાં શીંગડાં ઉપરથી તેની ખરી પિછાન થઈ જાય છે. એ માણસ સામાન્ય રીતે ખાડા ખોદતો જ દેખાય છે, પરંતુ તે તમારી નજરે પડે એટલા માટે જ તમારી ત્રણમાંથી એક વલે થાય : પહેલી એ કે, તમે તેની પાસે જઈને તેને બોલાવે, એટલે તરત તમને દેખાય કે એ તે સામાન્ય ખેડૂત જ છેઅંધારાને કારણે જ તે કાળો દેખાતે હતે; તેથી તે ખાડા ખોદતો નહોતો. પણ પિતાનાં ઢેર માટે ઘાસ જ કાપતો હત; અને જેને તમે શીંગડાં ગણતા હતા તે તે તેની પીઠ પાછળ ભરાવેલી પંજેઠીનાં બે પાંખિયાં જ હતાં; પણ તમે ઘેર પહોંચે, એટલે એક અઠવાડિયામાં જ તમારું મરણ નીપજે. બીજી એ કે, તમે તેની પાસે જવાને બદલે, તે ખાડો ખોદીને કશું દાટીને ચાલ્યો જાય ત્યાં સુધી રાહ જોયા કરે; પછી તે ખાડે ફરીથી ખેતરીને તેણે દાટેલો ખજાનો કાઢી લઈ ઘેર ચાલ્યા આવે, – એટલે એક મહિનામાં તમારું મોત નીપજે. અને ત્રીજી એ કે, તમે તેને બેલા પણ નહિ, તેની સામે જુએ પણ નહિ, અને મૂઠી વાળીને ત્યાંથી બને તેટલા જલદી નાસી છૂટે – તે એક વરસમાં તમારું મૃત્યુ થાય. - આ ત્રણેમાં મરણનું જોખમ તે રહેલું જ છે; પરંતુ બીજીમાં એટલો ફાયદો છે કે, તમને એક મહિને પણ ભૂતનો ખજાનો વાપરવા મળે અને તેથી સામાન્ય રીતે એમ જ કરવામાં આવે છે. કહેવાય છે કે, નસીબે ભરમાવેલા બહાદુર માણસેએ ઘણી વાર પેલા કાળા માણસે ખોદેલા ખાડા ફરી ખેતરીને અંદરનો ખજાને લૂંટી લીધો છે, પરંતુ તેમાંથી કશી બહુ મોટી વિસાત કોઈને પણ હાથ આવી હોય એમ લોકવાયકા ઉપરથી તે જણાતું નથી. સામાન્ય રીતે ઘણે ઊંડે સુધી જ ખેદવું પડે, પરસેવાના ધધૂડા પડે, કોદાળા ભાગી જાય, અને છેવટે ખાડાને તળિયે પડેલા ખજાના ઉપર હાથ નાખો ત્યારે શું મળે? બહુ તો જૂના ચલણને એકાદ સિક્કો, અથવા ઇમારતી પથ્થરનો એકાદ ટુકડ, હાડપિંજર, કે લોહી નીકળતું મડદું; અને ઘણી વાર તે કશું જ નહિ!
જીન વાલજીન ફરી પકડાતાં પહેલાં જે ચાર દિવસ છૂટો રહ્યો હતો, તે દરમ્યાન તે મોંટફમેલ શહેરની આસપાસ ફરતો જોવામાં આવ્યો હતો એવા સમાચાર પિલીસને હાથ લાગ્યા હતા. તે પછી થોડા સમય બાદ એ ગામને રસ્ત, સમારનારો બુલાલ નામે ડેસો જંગલમાં કશીક “પેરવી” માં પડયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org