________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૨ :
ચિદ્ર વિલાસ ત્યાં શિષ્ય પ્રશ્ન* કરે છે કે હે પ્રભો! (૧) “મુળસમુવાયો દ્રવ્ય (અર્થાત્ ગુણોનો સમુદાય તે દ્રવ્ય છે )” એવી શ્રી જિનવચન છે, માટે એક સત્તામાત્રને (દ્રવ્યનું લક્ષણ કહેવામાં) અનંત ગુણની સિદ્ધિ થતી નથી. (૨) વળી ‘ગુણ સમુદાય (તે દ્રવ્ય છે )” એમ કહેતાં મુખપર્યય દ્રવ્ય ” (અર્થાત્ ગુણ-પર્યાયવાળું દ્રવ્ય છે)” એવી સિદ્ધિ થતી નથી. અને (૩) ‘દ્રવ્યdયો II દ્રવ્યું ( અર્થાત્ દ્રવ્યત્વના સંબંધથી દ્રવ્ય છે)” એવું પણ જો દ્રવ્યનું વિશેષણ (લક્ષણ) કરો તો અમે કહીએ છીએ કે દ્રવ્ય સ્વતઃસિદ્ધ છે તેથી તે વિશેષણ જૂઠું ઠરે છે, કેમકે તેને આધીન દ્રવ્ય નથી. [–એ રીતે ઉપરનાં કોઈ લક્ષણો નિબંધ સિદ્ધ થતાં નથી–એવો શિષ્યનો પ્રશ્ન છે.]
તેનું સમાધાન કરીએ છીએ: હે શિષ્ય! વસ્તુમાં મુખ્યગૌણ વિવક્ષાથી કથન કરવામાં આવે છે, ત્યાં (૧) જ્યારે “સત્તા” ની મુખ્યતા કરીને કહીએ ત્યારે સત્તાને દ્રવ્યનું લક્ષણ કહેવામાં આવે છે. કેમકે સત્તા “છે” એવા લક્ષણવાળી છે. તેથી “છે” એવા લક્ષણમાં
ગુણોનો સમુદાય,” “ગુણ-પર્યાય” અને “દ્રવ્યત્વ” એ બધું આવી જાય છે, માટે સત્તાને દ્રવ્યનું લક્ષણ કહેવામાં કોઈ દોષ કે વિરોધ નથી. (૨) “ગુણસમુદાય” કહેતાં તેમાં અગુસ્લઘુ આવ્યો. અગુરુલઘુગુણમાં પ ગુણ વૃદ્ધિ-હાનિ (રૂપ) પર્યાય આવી ગયો, તેથી ગુણસમુદાય” માં પર્યાયની સિદ્ધિ થઈ; તેમ જ ગુણોમાં દ્રવ્યત્વ ગુણ પણ આવી ગયો. માટે
* જાઓ પંચાધ્યાયી ગા. ૯૭. ૧ પંચાધ્યાયી ગા. ૭૩, ૨ તત્વાર્થ સૂત્ર ૫-૩૮, પ્રવચનસાર ગા. ૯૫; પંચાધ્યાયી ગા. ૭ર. ૩ પંચાધ્યાયી ગા. ૮.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com