________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૭ર :
ચિદ્ર વિલાસ (અહીં) લખ્યું નથી.
જ્ઞાન અસાધારણ ગુણ છે, સત્તા સાધારણ ગુણ છે, એમાં સત્તાની મુખ્યતા લઈએ ત્યારે (એમ) કહીએ કે જ્ઞાન સત્તાના આધારે છે તેથી સત્તા પ્રધાન છે.
સત્તા દ્રવ્ય-ગુણ-પર્યાયના રૂપને રાખે છે તેમ જ જ્ઞાનના રૂપને પણ રાખે છે, તેથી અસાધારણ વડે સાધારણ છે.
- હવે જ્ઞાનની પ્રધાનતા કહીએ છીએ. જો જ્ઞાન ન હોત તો સત્તા અચેતન થઈને વર્તતી હોત. આ (સત્તાની) ચેતના જ્ઞાનથી છે (અને) ચેતનાવડે ચેતનની સત્તા છે, માટે ચેતન સત્તાને રાખવાનું કારણ જ્ઞાન ચેતના છે. જ્ઞાન વડે સર્વજ્ઞશક્તિ છે, (તે) સર્વેમાં પ્રધાન છે, પૂજ્ય છે. તે જ્ઞાન હોય તો સર્વે ગુણો હોય. જેમ નિગોદિયાને જ્ઞાન હીન છે, તેથી સર્વે ગુણો દબાયેલા છે, જ્ઞાન વધ્યું ત્યારે ગુણો વધતા ગયા. જેમ જેમ સ્વસંવેદન-જ્ઞાન વધ્યું તેમ તેમ સુખાદિ સર્વે ગુણો વધ્યા. બારમા ગુણસ્થાને ચારિત્ર શુદ્ધ થયું, પરંતુ (કેવળ) જ્ઞાન વિના અનંત સુખ (એવું) નામ ન પામ્યું, માટે જ્ઞાન ગુણ સર્વ ચેતનામાં પ્રધાન છે. તેનાથી જ ચેતના સત્તા છે. સાધારણ સત્તા હતી તેને ચેતના સત્તા એવું નામ મળ્યું તે ચેતનાને લીધે મળ્યું છે. ચેતનામાં જ્ઞાન પ્રધાન છે. સાધારણ સત્તા અપ્રધાન હતી તેને અસાધારણ ચેતનતારૂપ જ્ઞાનની પ્રધાનતાથી “અસાધારણ ચેતનસત્તા' એવું પ્રધાન નામ મળ્યું. સત્તા જ્ઞાનમાં આવો મહિમા સત્તાજ્ઞાનના વીર્યથી છે, તેથી વીર્યગુણ પ્રધાન છે.
પર્યાયવીર્ય. હવે પર્યાય વીર્યનું વિશેષ (સ્વરૂપ) કહીએ છીએ - વસ્તુરૂપ પરિણમે તેને પર્યાય કહીએ. તેને નિષ્પન્ન રાખવાની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com