________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિનું વર્ણન
: ૧૧૯ : સ્વરૂપમાં પરિણમતાં આનંદ થાય તે ચારિત્રાનંદ, આનંદને વેદવાવાળાને સહજપણે પોતાની પરિણતિ પોતપોતાના દર્શન-જ્ઞાનમાં રહે ત્યારે આનંદ જાણવો. જ્ઞાનનું જ્ઞાન કરતાં, દર્શનને દેખતાં અને વેદનારને વેદતાં ચેતનાપ્રકાશનો આનંદ થાય છે. પોતે પોતાને વેદતાં અનુભવમાં સહુજ ચિદાનંદ સ્વરૂપનો આનંદ થાય છે, તે આનંદના સુખમાં સમાધિનું સ્વરૂપ છે. ધ્યાનમાં વસ્તુને વેદી વેદીને આનંદ થાય છે. આનંદની ધારણા ધરીને સ્થિર રહેવું તેને આનંદ-અનુગત સમાધિ કહીએ. જીવ અને કર્મના અનાદિ સંબંધ [ રૂપ ] બંધનવડ અવ્યાપકમાં વ્યાપકપણે એકત્વ જેવી દશા થઈ રહી છે; ભેદજ્ઞાનબુદ્ધિવડ તે જીવપુદ્ગલને જાદા જુદા કરે-જાણે. નોકર્મ અને દ્રવ્યકર્મવર્ગણા જડ મૂર્તિક [ છે] અને મારું જ્ઞાયક રૂપ જ્ઞાન ઉપયોગ (છે)-એવાં લક્ષણવડ જીવ-પુદ્ગલને જાદા જુદા પ્રતીતિમાં જાણે. જ્યાં સ્વરૂપમન્નતા થઈ, ત્યાં (તે) સ્વરૂપમન્નતા થતાં જ આનંદ થયો.
આનંદ એવો શબ્દ છે, આનંદ શબ્દનો “આનંદ” એવો અર્થ છે. આનંદ શબ્દને તથા આનંદ અર્થને જાણે તે જ્ઞાન છે-એ ત્રણે ભેદ આનંદ અનુગત સમાધિમાં લગાડવા. જ્યાં આનંદઅનુગત સમાધિ છે ત્યાં સુખનો સમૂહ છે.
૬. અસ્મિતા-અનુગત સમાધિ હવે, અસ્મિતા-અનુગત સમાધિ કહીએ છીએઃ
પરપદને પોતાનું માનીને જીવે અનાદિથી જન્માદિ દુઃખ સહન કર્યા, પણ એક અસ્મિતા-અનુગત સમાધિ પ્રાપ્ત કરી નથી. તે [ જન્માદિ દુઃખ] દૂર કરવા માટે આ સમાધિ શ્રીગુરુદેવ કહે છે:- ‘ બ્રહ્માંડરિમ (હું બ્રહ્મ છું') શુદ્ધ ચૈતન્યમય પરમ જ્યોતિ હું છું જીવનો પ્રકાશ દર્શન-જ્ઞાન છે, જીવ સદા પ્રકાશે છે. સંસારમાં શુદ્ધ પરમા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com