________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૯૪ :
ચિદ્ર વિલાસ અગુરુલઘુત્વગુણનો વિકાર (–પરિણમન) પટગુણી વૃદ્ધિ-હાનિ છે; એ વૃદ્ધિ-હાનિવડે જ અગુરુલઘુકાર્ય નીપજ્યું છે, તેથી અગુરુલઘુ પોતે પોતાનું જ કારણ છે. આ પ્રમાણે સર્વે ગુણો પોતપોતાનું કારણ છે અને પોતાના કાર્યને પોતે જ કરે છે. “અન્યગુણનિમિત્તકારણ ગ્રાહક નય” ની વિવાથી અન્ય ગુણના કારણથી અન્ય ગુણનું કાર્ય થાય છે; “અન્યગુણગ્રાહકનિરપેક્ષ, કેવળ નિજગુણગ્રાહકનય” ની વિવક્ષાથી નિજ ગુણ પોતે જ નિજનાં કારણકાર્યને કરે છે.
દ્રવ્ય વિના ગુણ હોય નહિ, માટે ગુણકાર્યનું દ્રવ્ય કારણ છે; પર્યાય ન હોય તો ગુણરૂપ કોણ પરિણમે? માટે પર્યાય કારણ છે, ગુણ કાર્ય છે. એ પ્રમાણે ગુણકારણકાર્યના અનેક ભેદ છે. હવે પર્યાયના કારણકાર્ય કહીએ છીએ:
પર્યાયનાં કારણકાર્ય (૧) દ્રવ્ય (તથા) ગુણ તે પર્યાયનું કારણ છે અને પર્યાય કાર્ય છે; કેમ કે દ્રવ્ય વિના પર્યાય હોય નહિં,-જેમ સમુદ્ર વિના તરંગ હોતાં નથી તેમ આ પ્રમાણે પર્યાયનો આધાર દ્રવ્ય છે, દ્રવ્યમાંથી જ પરિણતિ ઉઠે છે. (આલાપપદ્ધત્તિમાં) કહ્યું છે કે
अनादिनिधने द्रव्ये स्वपर्यायाः प्रतिक्षणं। ઉન્મMતિ નિમન્નતિ નક્નોનવMા પૃષ્ઠ. ૨૬.
(અર્થ- જળમાં જળના કલ્લોલોની સમાન અનાદિનિધન દ્રવ્યમાં દ્રવ્યના નિજ પર્યાયો પ્રત્યેક સમયમાં ઉત્પન્ન થાય છે તથા નષ્ટ થાય છે.) આ પ્રમાણે પર્યાયનું કારણ દ્રવ્ય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com