________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૧૨ :
ચિદ્ર વિલાસ હવે જૈમિનીય મત [ સંબંધી] કહે છે. જૈમિનીય ભટ્ટના મતમાં દેવ નથી; પ્રેરણા, લક્ષણ અને ધર્મ એ ત્રણ તત્ત્વ છે; પ્રત્યક્ષ, અનુમાન, ઉપમા, આગમ, અર્થપત્તિ અને અભાવ એ છ પ્રમાણ છે; નિત્ય એકાંતવાદ છે, વેદવિહિત | વેદદ્વારા ફરમાવેલું | આચરણ તે મોક્ષમાર્ગ છે, નિત્ય અતિશયપણે સુખની વ્યક્તતા તે મોક્ષ છે.
હવે સાંખ્યમત [ સંબંધી] કહે છે. સાંખ્યમતમાં બહુ ભેદ છે, કોઈ કોઈ ઈશ્વરને દેવ માને છે; કોઈ કપિલને માને છે પચીશ તત્ત્વ છે–રાજસ, તામસ અને સાત્વિક એ ત્રણ પ્રકૃતિની અવસ્થાઓ છે. પ્રકૃતિમાંથી મહત, મહતમાંથી અહંકાર, અહંકારમાંથી પાંચ તન્માત્રા (તથા) અગીઆર ઇદ્રિય; તે વિષે સ્પર્શતક્નાત્રાથી વાયુ, શબ્દતન્માત્રાથી આકાશ, રૂપતન્માત્રાથી તેજ, ગંધતન્માત્રાથી પૃથ્વી, રસતન્માત્રાથી પાણી; સ્પર્શ, રસ, પ્રાણ, ચક્ષુ [અને] શ્રોત્ર એ પાંચ બુદ્ધિ-ઈન્દ્રિય છે. પાંચ કર્મ-ઇંદ્રિયવચન, હાથ, પગ, ગુદા (અને ) લિંગ, તથા અગીઆરમું મન છે. પુરુષ અમૂર્તિક ચૈતન્યરૂપી કર્તા અને ભોક્તા છે, મૂળ પ્રકૃતિ અવિકૃત છે, મહત્ આદિ સાત, પ્રકૃતિની વિકૃતિ છે, [ બાકીના] સોળ તત્ત્વો વિકાર પણ નથી ને પ્રકૃતિ-વિકૃતિ પણ નથી. પરંતુ પંગુ સમાન (એવા) પ્રકૃતિ અને પુરુષના યોગે થયેલ છે. પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ એ ત્રણ પ્રમાણ છે, નિત્ય એકાંતવાદ છે. પચીશ તત્ત્વોનું જ્ઞાન તે મોક્ષમાર્ગ છે. પ્રકૃતિ (અને) પુરુષનો વિવેક દેખાવાથી, પ્રકૃતિ વિષે રહેલ પુરુષનું [ ભિન્ન થવું] તે મોક્ષ છે.
સાતમાં નાસ્તિક મત વિષે દેવ નથી, પુણ્ય-પાપ નથી, મોક્ષ નથી. તેઓ પૃથ્વી, અપ, તેજ અને વાયુ એ ચાર ભૂત માને છે,
१ प्रकृर्तेमहान् ततोऽहंकारस्तस्माद्गुणश्च षोडशकः। तस्मादपि षोडशकात्पंचभ्यः पंच भूतानि।।
-सांख्यकारुिका
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com