Book Title: Chidvilas
Author(s): Dipchand Shah Kasliwal
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 125
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મનની પાંચ ભૂમિકા પરિણામ મનદ્વારા થઈને વર્તે છે. તે મનની પાંચ ભૂમિકા છે૧. ક્ષિપ્ત, ૨. વિક્ષિપ્ત, ૩. મૂઢ, ૪. ચિંતાનિરોધ અને ૫. એકાગ્ર, આ [ પાંચ] ભૂમિકાઓમાં મનનું ફરવું છે. તેનું વિવેચન કહીએ છીએ – ૧. ક્ષિપ્ત તેને કહીએ કે જ્યાં વિષય-કષાયમાં વ્યાપ્ત થઈને રંજકરૂપ [ –અશુદ્ધ] ભાવમાં સર્વસ્વ જોયું [ માની લીધું ] છે. ૨. વિક્ષિપ્ત (તેને) કહીએ [ કે જ્યાં ] ચિંતાની આકુળતાવડે કાંઈ વિચાર ઊપજી શકે નહિ. ૩. મૂઢ [ તેને] કહીએ કે જ્યાં હિતને અહિત માને, અહિતને હિત માને, દેવને કુદેવ માને, કુદેવને દેવ માને, ધર્મને અધર્મ માને, અધર્મને ધર્મ માને, પરને સ્વ માને અને પોતાને જાણે નહિ. [ એ પ્રમાણે ] વિવેક રહિત [ હોય તેને ] મૂઢ મન કહીએ. ૪. જે ચિંતાનિરોધ કહીએ તે એકાગ્રતાને કહીએ. પ. બ્રહ્મ વિષે સ્થિરતા થઈ, સ્વરૂપરૂપ પરિણમ્યો, એકત્વ ધ્યાન થયું તે સ્વરૂપ-એકાગ્રતા છે. પરવિષે એકાગ્રપણું તો થાય છે પરંતુ તેમાં તો આકુળતા છે, તે અનેક વિકલ્પનું મૂળ છે, દુઃખ અને બાધાનો હેતુ છે, માટે તેને એકાગ્ર ન કહીએ. અહીં સ્વરૂપ સ્થિતિ [ રૂપ] એકાગ્ર જાણવું. પર વિષે [ એકાગ્રતા ] બંધનું મૂળ છે. તે સ્વરૂપ-સાધક છે કે જેણે પોતામાં એકાગ્રચિંતાનિરોધ કર્યો છે, [તેનો ઉપયોગ] પરમાં લાગે ત્યાં પણ તે એવો જ સ્થિર રહે છે કે અન્ય ચિંતા રહેતી નથી. સામાન્યપણે આ પાંચે [ ભૂમિકા ] સંસાર અવસ્થામાં સ્નેયુક્ત લગા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142