________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચારિત્રનું સ્વરૂપ
: ૨૭ :
તેથી આચરણરૂપ ચારિત્ર છે. ચારિત્ર સર્વસ્વ ગુણ-દ્રવ્યનું છે. સત્તાના અનંત ભેદ છે. અનંત ગુણના અનંત સત્ત્વ થયાં, જ્ઞાનનું સત્ત્વ, દર્શનનું સત્ત્વ-એ પ્રમાણે (અનંત ગુણોનું) સત્ત્વ જાણો, તે અનંત સત્ત્વનું આચરણ-વિશ્રામ, સ્થિરતાભાવ ચારિત્રે કર્યાં.
અહીં પ્રશ્ન થાય છે કે-જ્ઞાનનું ચારિત્ર એદેશ છે કે સર્વદેશ ? તેનું સમાધાનઃ- જ્ઞાન એક ગુણ છે, પરંતુ જ્ઞાનવિષે સમસ્ત ગુણોને જાણે ( એવી ) સર્વજ્ઞ જ્ઞાનશક્તિ જ્ઞાનમાં છે, તેથી જ્ઞાનના આચરણથી સર્વનું આચરણ છે. જ્ઞાનને વેદ્યું ત્યાં બધા ગુણોને વેધા. આ જ્ઞાન-વિશ્રામ થયો. જ્ઞાનની સ્થિરતા થઈ, (અને) સર્વ ગુણની સ્થિરતા જ્ઞાનની સ્થિરતામાં આવી, તેથી સર્વચારિત્ર આવ્યું. એ જ પ્રમાણે દર્શનનું ચારિત્ર તેમ જ સર્વ ગુણના ચારિત્રના ભેદ જાણો.
GO GO G GO GO
O
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com