________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિશ્ચય
: ૫૭ : કોઈ પર્યાય-શક્તિ (બીજી) કોઈ પર્યાયશક્તિ સાથે ન મળે, આવો જે અમિલનભાવ તેને પણ નિશ્ચય કહીએ.
નિશ્ચયનો સામાન્ય અર્થ તો આટલો કહીએ-સંક્ષેપથી આટલો જ અર્થ જાણવો. નિજ વસ્તુ સાથે જે ભાવ વ્યાપ્ય-વ્યાપકરૂપ એકમેક સંબંધવાળો હોય તેને નિશ્ચય જાણવો.
(૧૩) કર્તા ભેદ વિષે (તેમ જ) કર્મ ભેદ વિષે પણ (અને) ક્રિયા ભેદ-વિષે પણ-એ ત્રણેય ભેદ વિષે એક જ સ્વભાવને દેખવો; એક ભાવના એ ત્રણ ભેદ નિપજે છે,-એવો (જે) એક ભાવ (તેને) પણ નિશ્ચય કહીએ.
(૧૪) સ્વભાવ ગુપ્ત છે કે પ્રગટરૂપ પરિણમે છે (પરંતુ ) તેની નાતિ તો નથી, આવો જે અસ્તિત્વભાવ તેને નિશ્ચય કહીએ.
આવા આવા ભાવોને નિશ્ચય સંજ્ઞા જાણવી. જિનાગમ વિષે એમ કહી છે. એ પ્રમાણે નિશ્ચયનું વર્ણન પૂરું થયું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com