________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રભુત્વ શક્તિ ગુણનું પ્રભુત્વ
પ્રથમ સત્તાગુણનું પ્રભુત્વ કહીએ છીએ. દ્રવ્યનું સત્તા લક્ષણ છે; તે સત્તાલક્ષણ અખંડિત પ્રતાપવાળી સ્વતંત્રતાથી શોભિત છે, તે સામાન્ય-વિશેષ પ્રભુત્વ સહિત છે તે સત્તાનું સામાન્ય પ્રભુત્વ કહીએ છીએ-સત્તા અખંડિત પ્રતાપવાળી છે, સ્વતંત્ર શોભાવાળી છે, સ્વરૂપરૂપ બિરાજે છે તેમાં દ્રવ્ય-સત્ત્વ, પર્યાયસત્ત્વ, ગુણસત્ત્વના વિશેષ કહેવા ન પડે તે સામાન્ય સત્ત્વનું પ્રભુત્વ છે. દ્રવ્યસત્ત્વનું પ્રભુત્વ તો પૂર્વે દ્રવ્યનું વિશેષણ (વર્ણન ) કર્યું તેમાં જાણવું
: ૬૫ :
સર્વ ગુણસત્ત્વનું પ્રભુત્વ કાંઈક [ –થોડું] કહીએ છીએ-ગુણો અનંત છે, [તેમાં ] એક પ્રદેશત્વ ગુણ છે, તેનું જે સત્વ તેને પ્રદેશત્વ કહીએ. એકેક પ્રદેશમાં અનંતગુણ પોતાના મહિમા સહિત બિરાજે છે. એકેક ગુણમાં અનંત શક્તિ-પ્રતિશક્તિ છે. અનંત મહિમા સહિત એકેક શક્તિના અનંત પર્યાયો છે, તે સર્વે એકેક પ્રદેશમાં છે. એવા અસંખ્ય પ્રદેશો પોતાના અખંડિત પ્રભુત્વ સહિત પોતાની પ્રદેશસત્તાના આધારે છે. તેથી પ્રદેશસત્ત્વનું પ્રભુત્વ સર્વે ગુણોના પ્રભુત્વનું કારણ છે.
‘સૂક્ષ્મ ’ સત્તાનું પ્રભુત્વ પણ અનંતગુણના પ્રભુત્વનું કારણ છે. [આત્મામાં જો] સૂક્ષ્મ ગુણ ન હોય તો સર્વે [ગુણો] સ્થૂળ હોય અને ઇન્દ્રિય-ગ્રાહ્ય હોય એમ થતાં [તે] પોતાના અનંત મહિમાને ધારે નહિ. માટે સૂક્ષ્મ [ગુણની] સત્તાના પ્રભુત્વને લીધે સર્વે ગુણો પોતાના અનંત મહિમા સહિત છે. જ્ઞાનનું સત્ત્વ સૂક્ષ્મ છે તેથી તે ઇંદ્રિય-ગ્રાહ્ય નથી; એ પ્રમાણે અનંત ગુણોનું સત્ત્વ સૂક્ષ્મ છે, તેથી [ તે ] અનંત મહિમા સહિત છે. માટે અનંત ગુણની સત્તાનું પ્રભુત્વ એક સૂક્ષ્મ [ત્વ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com