________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version 001: remember
: ૫૪ :
ચિદ્ર વિલાસ ભાવાર્થ- (૧) હે સંત ! આ નિજનિજ અનંત ગુણો મળીને જે એક પિંડ (રૂપ) ભાવ-એક ( રૂપ) સંબંધ જ (છે), તેને ગુણનો પુંજ કહીએ; તે ગુણ-પુજને વસ્તુ એવું નામ કહીએ. આ વસ્તુત્વ એવું નામ ગુણના પુંજ સિવાય બીજા કોને કહીએ? એ ગુણ-પુજને વસ્તુ કહીએ; માટે આ વસ્તુને નિશ્ચયસંજ્ઞા જાણવી.
(૨) વળી, જે જે ગુણ જે જે સ્વરૂપને ધારણ કરીને ઊપજ્યા છે તે સર્વે પોતપોતાના રૂપને ધરે; ગુણ બીજા ગુણોથી પોતાના જુદા રૂપે અનાદિ અનંત રહે છે.-આવું જે જાદું રૂપ તેને નિજ જાતિ કહીએ. પોતાથી પોતે અનાદિ નિધન છે, તે રૂપ કોઈ બીજા-કોઈ રૂપ-સાથે ન મળે. વળી, જે રૂપ તે જ ગુણ, જે ગુણ તે જ સ્વરૂપ-આવું જ છે (તે) તાદાભ્ય લક્ષણ (છે). વળી, જો કોઈ તે રૂપ નાસ્તિ ચિંતવે તો તેણે ) ગુણની નાસ્તિ ચિંતવી. એ પ્રમાણે જે પોતપોતાનું રૂપ છે, તે રૂપને નિજ જાતિ-સ્વભાવરૂપ કહીએ, એવા નિજરૂપને નિશ્ચય સંજ્ઞા કહીએ.
(૩) વળી, અનંત ગુણોના એક પુંજભાવને દેખવો, પણ (ગુણને) જુદા ન દેખવા તેમ જ અનંત શક્તિ વડે જે ગુણ છે તે એક ગુણને જ દેખવો, તે શક્તિને જ ન દેખવી; તથા જઘન્ય ઉત્કૃષ્ટ એવા ભેદ ન દેખવા, તે શક્તિને એકને જ દેખવી.-આવું જે અભેદ દર્શન-એક જ રૂપનું દર્શન-છે તેને પણ અભદદર્શન ( રૂ૫) નિશ્ચય સંજ્ઞા કહીએ.
(૪) વળી, હે સંત! ગુણના પુંજ વિષે તો કોઈ (જુદો) ગુણ નથી–એ વાત તો નિઃસંદેહ છે–એમ જ છે; પરંતુ તે ભાવનો તે ગુણ છે, દ્રવ્ય ગુણ-પર્યાયને ધારણ કરીને પરિણામ વડે પરિણમે છે. તે ભાવ તે ગુણ-પરિણામથી જાદો નથી, પરંતુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com